સુરતમાં ડબલ મર્ડરથી ખળભળાટ: મિલકત અને ભાડાના વિવાદમાં મોટા ભાઈએ માતા અને નાના ભાઈની કરી હત્યા
સુરતમાં પારિવારિક સંપત્તિના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈ અને માતાની હત્યા કરી દીધી છે. નવરાત્રિના આઠમાં દિવસે વહેલી સવારે રોષે ભરાયેલા પુત્રએ ડબલ મર્ડર કરતા હડકંપ મચી ગયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Published: Oct 18, 2026, 12:46 PM IST
| Updated: Oct 18, 2026, 12:51 PM IST
સુરતમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સુરત શહેરના લીંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે (18 ઓક્ટોબર) એ વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની હત્યા થઈ છે. મિલકત વિવાદને કારણે મોટા ભાઈએ તેના માતા અને નાના ભાઈની હત્યા કરી છે.
ચપ્પુના ઘા મારી કરી હત્યા
પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે સુરતના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ મૂળ તેલંગણાના વતની અને સુરતમાં રહેતા તેલુગુ પરિવારના મલેશ્વરી સુદર્શન ગોડુંરૂને ત્રણ પુત્ર છે. મલેશ્વરીબેન તેમના નાના પુત્ર રાજુ સાથે રહેતા હતા. પરિવારમાં મિલકત અને દુકાનના ભાડાને લઈને વિવાદ થયો હતો. માતા નાના પુત્રની સાથે રહેતાં હોવાથી ભાડાની રકમ નાના દીકરા રાજુને આપતા હતા. જેને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ નારાજ હતો.
આ રીતે થયો વિવાદ
પરિવારમાં મિલકત અને ભાડાની આવકને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલા મલેશ્વરીબેને મોટા દીકરાને કહ્યું હતું કે હું જીવી રહી છું ત્યાં સુધી સંપત્તિમાં કોઈ ભાગ પડશે નહીં. ત્યારબાદ મોટો પુત્ર શ્રીનિવાસ રોષે ભરાયો હતો.
આ પણ વાંચોઃ છેલ્લા બે નોરતા બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી આગાહી, વાવાઝોડાનો પણ ખતરો!