SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમેરિકાના પેન્સિલવેનિયામાં મૂળ સૌરાષ્ટ્રના દંપતીના સ્ટોરમાં લૂંટ: વહેલી સવારે ત્રાટકેલા લૂંટારુઓની કરતૂત CCTV માં કેદ

અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવારના સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા ગુજરાતી પરિવારના સ્ટોરમાં લૂંટ ચલાવવામાં આવી છે. વહેલી સવારે લૂંટારૂઓ કાર દ્વારા સ્ટોરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા.

Written By Gokani Dhaval
Published: Nov 12, 2026, 03:39 PM IST | Updated: Nov 12, 2026, 05:53 PM IST
Join

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા પટેલ પરિવારના સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો છે. વહેલી સવારે લૂંટના ઈરાદાથી આવેલા શખ્સો કાર દ્વારા સ્ટોરનો દરવાજો તોડ્યો હતો. આ ઘટના અમેરિકાના સેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફયામાં બની હતી.

 

અમેરિકામાં ફરી ગુજરાતી નિશાને

મૂળ સૌરાષ્ટ્ર અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલો એક પટેલ પરિવાર સ્મોકર પેલેસ નામે એક સ્ટોર ચલાવવામાં આવે છે. આ સ્ટોર ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં આવેલો છે. ત્યાં વહેલી સવારે લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ માટે પહોંચેલા શખ્સોએ કાર દ્વારા સ્ટોરનો દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ કેટલાક શખ્સો લૂંટ ચલાવવા માટે અંદર ઘૂસે છે. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

લાખો ડોલરનું નુકસાન

આ અંગે વાત કરતા સ્ટોરના સંચાલકે જણાવ્યું કે વહેલી સવારે 5.30 કલાકે આ લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે લૂંટ માટે શખ્સો પહોંચ્યા ત્યારે આ સ્ટોર બંધ હતો. ત્યારબાદ કાર વડે સ્ટોરનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો. સ્ટોર સંચાલકે જણાવ્યું કે આ ઘટનામાં આશરે 50,000 ડોલર જેટલું નુકસાન થયું છે. ફિલાડેલ્ફિયા પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે

લૂંટારૂઓના નિશાને રહે છે ગુજરાતીઓ

અમેરિકામાં ગુજરાતીઓને નિશાન બનાવવાની આ પ્રથમ ઘટના નથી. અત્યાર સુધી અનેકવાર અમેરિકામાં ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. લૂંટના નામે હુમલો કરવામાં આવે છે અને ગુજરાતીઓની હત્યાઓ પણ થઈ છે. આ ઘટના બાદ અમેરિકામાં ફરી ગુજરાતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES