SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં યોજાનાર એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને નવી ઊંચાઈ આપશે.

Written By Kinjal Patel
Published: Nov 11, 2026, 09:37 AM IST | Updated: Nov 11, 2026, 10:01 AM IST
Join

PM Modi Gujarat Visit: આગામી 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુ-રાષ્ટ્રીય આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મહાનુભાવો, CDS અને ત્રણેય પાંખના સેનાપતિઓ આ કવાયતના સાક્ષી બનશે.

ભારતીય વાયુસેનાનું નેતૃત્વ

આ ઐતિહાસિક કવાયતના સાક્ષી બનવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તેમજ ભારતીય આર્મી, નેવી અને વાયુસેના- ત્રણેય પાંખના સેનાપતિઓ પણ હાજર રહેશે.

 ‘સહાયતા સેતુ’ કવાયતમાં મિત્ર વિદેશી દેશોની ટીમો પણ ઉત્સાહભેર જોડાશે

‘સહાયતા સેતુ’ કવાયતમાં ભારતની રાષ્ટ્રીય આપત્તિ રાહત એજન્સીઓ ઉપરાંત મિત્ર વિદેશી દેશોની ટીમો પણ ઉત્સાહભેર જોડાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપત્તિ સમયે સામૂહિક તૈયારીઓને ધારદાર બનાવવાનો અને વિવિધ દેશો વચ્ચે પરસ્પર સંકલન મજબૂત કરવાનો છે.

ભારતીય વાયુસેનાની ક્ષમતા અને માનવતાવાદી સંકલ્પ

ભારતીય વાયુસેના પોતાની અસાધારણ એરલિફ્ટ ક્ષમતા અને વ્યાપક અનુભવના આધારે કોઈપણ કટોકટીના સમયે નાગરિક વહીવટીતંત્રને ઝડપી અને અસરકારક સહાય પૂરી પાડવા માટે સદા તત્પર છે. આપત્તિઓને કોઈ ભૌગોલિક સીમાઓ હોતી નથી, તેથી તાત્કાલિક કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વધુમાં વધુ લોકોના જીવ બચાવવાનો દ્રઢ સંકલ્પ આ કવાયત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ‘સહાયતા સેતુ’ માત્ર એક કવાયત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને માનવતાવાદી સેવાની સહિયારી જવાબદારીનું પ્રતીક બનશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES