ગુજરાત પોલીસ આવાસ મરામત માટે નવી SOP જાહેર: ભ્રષ્ટાચાર રોકવા પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય
Gujarat Police: ગુજરાત પોલીસના રહેણાંક મકાનો અને કચેરી કેમ્પસની મરામત માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મહત્વનો નિર્ણય: ભ્રષ્ટાચાર અટકાવવા અને ત્વરિત રીપેરીંગ માટે નવી 'SOP' જાહેર. હવે ‘કામના ક્વોટેશન’ને બદલે સીધી ગુણવત્તાયુક્ત ‘ચીજવસ્તુઓ’ ખરીદીને સ્ટોકમાં રાખવાની પદ્ધતિ અમલમાં આવશે. ત્રણ ક્વોટેશન દ્વારા કરવામાં આવતી કામગીરીને કારણે થતો સમયનો વ્યય અને ગેરરીતિ અટકશે; કામની ગુણવત્તા સુધરશે. તમામ કચેરીઓએ સ્ટોક અને ઇશ્યુ રજીસ્ટર નિભાવી નિયમિત ભૌતિક ચકાસણી કરવાની રહેશે.
Gujarat Police: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ વિભાગના રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોના ચાલુ મરામત અને ખાસ મરામતના કાર્યો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરતો આદેશ જારી કરવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરતાં ધ્યાને આવ્યું હતું કે કુલ 4,789 કાર્યો પાછળ થયેલા આશરે રૂા. ૧૯ કરોડના ખર્ચ પૈકી ૪,૧૧૯ જેટલા કાર્યો (રૂા. 17.48 કરોડ એટલે કે 86% કામો) માત્ર “ત્રણ ક્વોટેશન” મેળવીને કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં મોટો સમય વ્યતિત થતો હતો તેમજ વહીવટી મુશ્કેલીઓ અને ગેરરીતિના આક્ષેપો પણ થતા હતા.
ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?
ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે
હવે જે નવી પદ્ધતિ અમલી કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મરામતના કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી. તેમજ બિનજરૂરી સમયનો વ્યય અને ટેન્ડરિંગ/ક્વોટેશનની વહીવટી પ્રક્રિયા અટકાવી નાના-મોટા રીપેરીંગના કામો ઝડપથી પૂરા કરવાનો છે. તે ઉપરાંત ખાસ આ નવી પધ્ધતિ અમલી થતા ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે.
ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે
નવી SOP મુજબ હવેથી “કામોના ત્રણ ક્વોટેશન” મંગાવવાની પદ્ધતિ બંધ કરીને “ચીજવસ્તુઓના ત્રણ ક્વોટેશન” મેળવી જરૂરી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરી ખાતે સ્ટોકમાં રાખવાનો રહેશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્લોથિંગ આર્ટિકલ્સની જેમ સિવિલ અને વિદ્યુત કામ માટે ખરીદાયેલા તમામ માલસામાનનું નિયત નમૂના મુજબ સ્ટોક રજીસ્ટર અને ઇશ્યુ રજીસ્ટર નિભાવવું પડશે. સાથોસાથ દર માસની પંચમી તારીખ સુધીમાં વર્ગ-૧ કે ૨ ના અધિકારી દ્વારા માલસામાનની ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. કચેરીના વડાએ દર ત્રણ મહિને એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબરની ૧૦મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.
ગાંધીનગર મનપાના મેયર કોણ? 5 વિધાનસભા બેઠકો પર ઠાકોર સમાજનો દબદબો, છતાં મેયર પદ માટે કોણ છે દાવેદારો
પાઇપલાઇન લીકેજ જેવા પ્રશ્નો તાત્કાલિક ઉકેલી શકાશે
આ નવી SOP થી અનેક ફાયદાઓ થશે જેમ કે, મરામત માટે જરૂરી એવા સ્પેરપાર્ટ્સ, ઈલેક્ટ્રિક, પ્લમ્બિંગ સામગ્રી જેવો જરૂરી માલસામાન અગાઉથી કચેરી ખાતે સ્ટોકમાં હોવાથી નળ ટપકવો, લાઇટ-પંખા બંધ થવા, વાયરિંગ ફેલ થવું કે પાઇપલાઇન લીકેજ જેવા પ્રશ્નો તાત્કાલિક ઉકેલી શકાશે. તે ઉપરાંત ક્વોટેશનની આડમાં થતી ગેરરીતિ અટકશે, કારણ કે સામાન ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદાશે અને તેનો ચોક્કસ રેકોર્ડ રહેશે. એટલું જ નહીં, સારી કંપનીનો ગુણવત્તાયુક્ત સામાન વપરાશે, જેથી વારંવાર રીપેરીંગની જરૂર નહીં પડે. સાથોસાથ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત સ્ટોક ચકાસણી અને સહીઓ ફરજિયાત કરી દેવામાં આવતા કચેરીમાં પારદર્શિતા જળવાશે.
દૈનિક વેતન મુજબ અર્ધ-કુશળ શ્રમિકો બોલાવીને કામ કરાવવાનું રહેશે
શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતન મુજબ અર્ધ-કુશળ શ્રમિકો બોલાવીને કામ કરાવવાનું રહેશે. જો કોઈ મોટું કાર્ય માત્ર માલસામાન ખરીદવાથી ન થઈ શકે અને ત્રણ ક્વોટેશન લેવાની જરૂર પડે, તો કમિશનરેટ, જિલ્લા કે એકમો ખાતે કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારી (CP / રેન્જ વડા) ની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. રૂા. ૫૦ હજારથી વધુના કામોને ‘ખાસ મરામત’ ગણી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી દરખાસ્ત મોકલવાની રહેશે.
'બાપુ'નો મમરો, સૂરજેવાલાનો દાવ : ગુજરાતમાં 'વહેલી ચૂંટણી'ની હવા પાછળ કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, સાયકોલોજીકલ વોર
રહેણાંક અને કચેરીઓની મરામત અંગે મળતી ફરિયાદો નોંધવા અને તેનું નિરાકરણ ક્યારે થયું તેની વિગતો રાખવા માટે અલગ રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ કચેરી હુકમથી રાજ્યભરની પોલીસ લાઇન અને પોલીસ મથકોના જાળવણી કાર્યોમાં ગતિ, ચોકસાઈ અને નાગરિકોના ટેક્સના નાણાંની સંપૂર્ણ પારદર્શિતા આવશે.