SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળીમાં ગામડે જવા GSRTC દોડાવશે આ રૂટ પર વધારાની બસો; તહેવારો પૂર્વે સરકારની મોટી જાહેરાત

Gandhinagar News: દિવાળીના પર્વ પર મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ.ટી. નિગમ દ્વારા 2400 એક્સ્ટ્રા બસોનું વિશેષ સંચાલન કરાશે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ વધારાની બસો દ્વારા 8000 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન. અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ.

Written By Kinjal Patel
Published: Oct 22, 2026, 06:31 PM IST | Updated: Oct 22, 2026, 06:41 PM IST
Join

Gandhinagar News: રાજ્યમાં વિવિધ તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવારો ઉજવી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા હંમેશાં લોકઉપયોગી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા સુરત સહિત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાંથી કુલ 2400 જેટલી એક્સ્ટ્રા બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે.

માત્ર ત્રણ દિવસમાં જ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ સામે બળવો! આ નગરપાલિકામાં ભાજપના બે જૂથો સામસામે, 17 સભ્યોએ પત્ર લખતાં ખળભળાટ

ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકો માટે આ વ્યવસ્થા અત્યંત રાહતરૂપ
દિવાળી નિમિત્તે આગામી તા. 4 થી 7 નવેમ્બરથી સુધી નિયમિત બસ સેવાઓ ઉપરાંત એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. આ વધારાની બસો દ્વારા 8,000 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડવામાં આવશે. ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકો માટે આ વ્યવસ્થા અત્યંત રાહતરૂપ સાબિત થશે.

મુસાફરો સંચાલન સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર
મુસાફરો આ એક્સ્ટ્રા બસોની સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિગમની વિભાગીય કચેરીના ડેપો પરથી તેમજ અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરો સંચાલન સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી તડપાવીને મારી નાખી! મહુધામાં સગર્ભા પત્નીની હત્યા મામલે મોટો ખુલાસો

સમાચારનો સાર:-

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES