SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધાડ પડે તે પહેલાં જ ખેલ ખતમ: આંગડિયા પેઢીમાં લૂંટનો મોટો પ્લાન નિષ્ફળ: રાજકોટ SOGનો સપાટો

તહેવારો પહેલા રાજકોટ એસઓજીની ટીમે એક મોટી લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. આંગડિયા પેઢીને લૂંટવાનો પ્લાન પોલીસની સતર્કતાને કારણે ટળી ગયો છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના સર્ચ દરમિયાન કારમાંથી હથિયારો પણ મળી આવ્યા છે.

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 06:34 PM IST | Updated: Oct 27, 2026, 06:37 PM IST
Join

સાહિલ સપ્પા, રાજકોટઃ રવિવારની એ રાત્રે...રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી કુવાડવા ચોકડી પાસે અચાનક એવું તે શું બન્યું કે કરોડોની લૂંટનો આખો પ્લાન પલકવારમાં ધૂળમાં મળી ગયો? કઈ રીતે રાજકોટ SOGની ટીમે લૂંટારુઓ શિકાર કરે તે પહેલા જ તેમનો શિકાર કરી લીધો? જુઓ, એક મોટી આંગડિયા પેઢી લૂંટાય તે પહેલાં ખેલાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાનો આ સનસનાટીભરી અહેવાલ...

નિશાને આંગડિયા પેઢીઓ...

સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના હૃદય સમાન આંગડિયા પેઢીઓને ધ્રુજાવી દેવાનું એક બહુ મોટું કાવતરું ઘડાયું હતું. પણ ગુનેગારો પોતાના નાપાક ઈરાદામાં સફળ થાય તે પહેલાં જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આખી ગેંગનો ખેલ ખતમ કરી દીધો છે...રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામ નજીકથી ખાખી વર્દીએ એવો સપાટો બોલાવ્યો, જેણે લૂંટારુઓના હોશ ઉડાવી દીધા છે.

કારમાંથી હથિયારો મળ્યા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે...SOGની ટીમ જ્યારે રવિવારના રોજ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાંકાનેર ચોકડી પાસે અમદાવાદ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ XUV 500 કારને આંતરવામાં આવી હતી...કારની તલાશી લેતાં જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ! કારમાંથી દેશી બનાવટની પિસ્ટલ, તીક્ષ્ણ છરી, બેઝબોલનો ધોકો અને સ્ક્રુ ડ્રાઈવર જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા...જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે સામે આવ્યું કે આ ગેંગ હથિયારોના જોરે જૂનાગઢની આંગડિયા પેઢીમાં મોટી ધાડ પાડવાની ફિરાકમાં હતી.

આ પણ વાંચોઃ સરકારી સહાયમાં ઉત્તર ગુજરાત સાથે અન્યાય? પાટણ અને બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિસાન સંઘનું અલ્ટીમેટમ

આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

આ કોઈ સામાન્ય ગુનેગારો નથી, પણ અલગ-અલગ રાજ્યોના રીઢા ગુનેગારોની આંતરરાજ્ય ગેંગ છે. પકડાયેલા 6 આરોપીઓ પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના, બે મહારાષ્ટ્રના અને એક બિહારનો વતની છે....આ ગેંગનો માસ્ટરપ્લાન એવો હતો કે સાંજના સમયે જ્યારે આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયાની રોકડ ભેગી થાય, ત્યારે જ હથિયારો બતાવીને તૂટી પડવું! આ ગેંગ માટે સૌરાષ્ટ્રના જામનગર અને જૂનાગઢમાં આંગડિયા પેઢીઓની રેકી કરનારો મુખ્ય સૂત્રધાર મહેબૂબ હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ SOGની આ સમયસૂચકતા અને સતર્કતાને કારણે એક બહુ મોટી સનસનાટીભરી લૂંટ ટળી ગઈ છે અને વેપારી આલમે પણ રાહતનો શ્વાસ લીધો છે.

તહેવારોમાં પોલીસની સુરક્ષા ચુસ્ત
તહેવારોની મોસમ નજીક છે ત્યારે કરોડોના વહીવટ વચ્ચે આંગડિયા પેઢીઓએ પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવી એટલી જ અનિવાર્ય બની ગઈ છે...દુકાનોમાં હાઈ-ક્વોલિટી સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડ્સની સતર્કતા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ હિલચાલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી છે. કારણ કે સાવચેતી એ જ સૌથી મોટો બચાવ છે.

 


 

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES