SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પ્રેમ, પ્રપંચ અને પરીણિત નરાધમની હેવાનિયત! જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર પ્રેમની જાળ ફેલાવી યુવતીનું શોષણ

Junagadh Crime News : શું તમે જાણો છો કે તમારા ખિસ્સામાં રહેલો તમારો મોબાઈલ ફોન, કોઈ હેવાન માટે તમારી બરબાદીનું હથિયાર બની શકે છે? જી હા સોશિયલ મીડિયા પર પ્રેમની મીઠી-મીઠી વાતો પછી અચાનક મોબાઈલ ફોન હેક અને ત્યારબાદ જે ખેલ ખેલાયો, તેણે પોલીસ પ્રશાસનને પણ હચમચાવી દીધું છે!.

Edited By Karan Rajput
Published: Oct 22, 2026, 02:28 PM IST | Updated: Oct 22, 2026, 02:36 PM IST
Image Credit: Ai Image
Join

અશોક બારોટ/ જૂનાગઢ : ઓનલાઈન ઓળખાણ અને ભયાનક અંજામ! જી હા, જૂનાગઢના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા વાપરતી દરેક યુવતી માટે લાલબત્તી સમાન છે. બીજા જિલ્લામાંથી જૂનાગઢમાં કારકિર્દી બનાવવા અને અભ્યાસ કરવા આવેલી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમની જાળમાં ફસાવવામાં આવી. ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મિત્રતા કેળવી. 

આરોપીએ પોતાની અસલી ઓળખ છુપાવી દીધી. પોતે અવિવાહિત છે અને ગાડીઓનો મોટો બિઝનેસ કરે છે તેવું જૂઠાણું બોલીને યુવતીનો વિશ્વાસ જીતી લીધો અને લગ્નની લાલચો આપી દીધી!

વાત માત્ર લગ્નની લાલચ સુધી સીમિત ન રહી...પરંતુ પ્રેમની આડમાં ખેલાયો હવસનો ઘૃણાસ્પદ ખેલ! આરોપીએ ડિજિટલ હથિયાર અપનાવ્યું અને યુવતીનો આખો મોબાઈલ ફોન તેમજ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું. યુવતીના પર્સનલ ડેટા અને ચેટ્સ પોતાના કબજામાં લઈને આરોપીએ તેને ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કર્યું.

આરોપી તો પહેલેથી જ પરિણિત હતો

બ્લેકમેઈલિંગના જોરે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિતાને શારીરિક તકલીફ થતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ અને ત્યાં તેની જાણ બહાર ગર્ભપાત કરાવી દેવાયો! આ નરાધમની હેવાનિયતનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીએ તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફંફોળી અને સામે આવ્યું કે આરોપી તો પહેલેથી જ પરિણિત છે, અને તેનું સાચું નામ 'ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદરભાઈ સુમરા' છે!.

ઓળખ છુપાવી યુવતીનું આર્થિક અને શારીરિક શોષણ કરનાર આ શખ્સ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. પીડિતાની ફરિયાદના આધારે જૂનાગઢ B-ડિવિઝન પોલીસે નોંધી મુખ્ય આરોપી ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદરભાઈ સુમરાની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, આ પાપમાં તેનો સાથ આપનારા તેના બે મદદગાર મિત્રો- જૂનાગઢના શોએબ અને તાલાલાના અસ્પાકને પણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ગર્ભપાત કઈ હોસ્પિટલમાં અને કોની મદદથી કરાયો?

સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં આ કેસની આગળની તપાસ SOGને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ યુવતીનો મોબાઈલ અને વોટ્સએપ કેવી રીતે હેક કર્યો? શું આ હેકિંગમાં કોઈ મોટી ગેંગ સામેલ છે? ગર્ભપાત કઈ હોસ્પિટલમાં અને કોની મદદથી કરાયો?.

 ડિજિટલ દુનિયાના ઓઠા હેઠળ આચરવામાં આવેલા આ ભયાનક ક્રાઈમે સમગ્ર જૂનાગઢમાં ચકચાર મચાવી દીધી છે, ત્યારે પોલીસ આ નરાધમોને કડકમાં કડક સજા અપાવવા કમર કસી રહી છે.

સોશિયલ મીડિયા આજના સમયમાં જેટલું ઉપયોગી છે, એટલું જ તે ગુનેગારો માટે હથિયાર બની રહ્યું છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અજાણ્યા આઈડી અને અજાણી વાતો પર ભરોસો ન કરો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES