SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગ્રીન ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં રાજ્ય મોખરે, 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026' નો મળ્યો વેગ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા રજૂ કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને તેમાંથી બનતા ઉત્પાદનોના નોંધાયેલા ઉત્પાદકોની સંખ્યામાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં હાલમાં 62 નોંધાયેલા ઉત્પાદકો છે, જે બીજા ક્રમે રહેલા તમિલનાડુના 42 ઉત્પાદકો કરતાં 20 ઉત્પાદક વધુ છે.

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 18:59 IST | Updated: Nov 27, 2026, 19:02 IST
Join

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.
CPCB ના 'કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ ઈ-સર્ટિફિકેશન પોર્ટલ' પર દેશભરમાં નોંધાયેલા અંદાજે 400 ઉત્પાદકોમાંથી 62 ઉત્પાદક સાથે ગુજરાતનો હિસ્સો લગભગ 16% છે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકની યાદીમાં ગુજરાત બાદ તમિલનાડુમાં 42, મહારાષ્ટ્રમાં 41, તેલંગાણામાં 33 અને મધ્યપ્રદેશમાં 26 યુનિટની નોંધણી થયેલી છે.
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં રાજ્યની આ અગ્રેસરતા એવા સમયે સામે આવી છે જ્યારે ટકાઉ (સસ્ટેનેબલ) ઓ વસ્તુઓ વાઈબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મના એજન્ડામાં ટોચ પર છે.

ગુજરાતની નોંધપાત્ર પ્રગતિ

જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાયેલી કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' ની શરૂઆત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણ અંગેના સેમિનારથી થઈ હતી. આ સત્રમાં CIPET અમદાવાદ દ્વારા ઉદ્યોગસાહસિકો, GPCB ના અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના ધોરણો અને CPCB સર્ટિફિકેશન પ્રક્રિયા વિશે સમજાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં યોજાયેલી પ્રાદેશિક પરિષદોમાં MSMEs સહિત ઉદ્યોગો સાથે MoUs પણ કરવામાં આવ્યા હતા, જેનાથી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' અગાઉ આ ક્ષેત્રને નવી ગતિ મળી છે.

આ પણ વાંચોઃ Gujarat top 6 news: વડોદરા નજીક AK-47 સાથે આતંકી ઝડપાયો, સીમાંકન બિલને કેબિનેટ મંજૂરી

સરકારના પ્રયાસોને સમર્થન

સરકારના આ પ્રયાસોને નીતિગત સમર્થન પણ મળ્યું છે. જૂનમાં જાહેર કરાયેલી 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026'માં સસ્ટેનેબિલિટીને તેના ચાર મુખ્ય સ્તંભોમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને આ સર્ક્યુલર ઇકોનોમી પ્રવૃત્તિઓને 'થ્રસ્ટ સેક્ટર' ગણવામાં આવ્યું છે. આ નીતિ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્વચ્છ ઉત્પાદન ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહી છે, જે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકોને રાજ્યના ઔદ્યોગિક આયોજનમાં સ્પષ્ટરુપે મજબૂત સ્થાન આપી રહ્યું છે.

શું બોલ્યા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા?

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન એકમોની મંજૂરી માટેની અરજીઓમાં 'કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ' અને 'કન્સેન્ટ ટુ ઓપરેટ' ની અરજીઓનો સમાવેશ થાય છે તેના પર નિર્ણય લેવા માટે અરજી મળ્યાની તારીખથી મહત્તમ ત્રણ કાર્યકારી દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. બોર્ડે 30 જુલાઈ, 2026ના પરિપત્ર ક્રમાંક GPCB/0153/07/2026 દ્વારા આ સમયમર્યાદા લાગુ કરી છે. લાગુ પડતી પર્યાવરણીય આવશ્યકતાઓ અનુસાર અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે."

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે “આ પહેલ ગુજરાતના વ્યાપક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રયાસોને પૂરક બનાવે છે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનો અમલ, પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન તેમજ કચરાના સંગ્રહ અને અલગીકરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકલન સામેલ છે”.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશની અસ્થિરતા વચ્ચે સુરતને મોટો લાભ: 100થી વધુ વૈશ્વિક ગાર્મેન્ટ બ્રાન્ડ્સનું ઉત્પાદન

વેબસાઇટ પર વિગતો પ્રકાશિત

GPCB પોતાની સત્તાવાર વેબસાઇટ પર કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકો અને તેમના ઉત્પાદનોની વિગતો પ્રકાશિત કરી રહ્યું છે. આ યાદી ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો રજૂ કરવા માટે સરકારી પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સાથે જ તે વ્યવસાયો, સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ અને ગ્રાહકોને યોગ્ય ઉત્પાદનો અને સપ્લાયર્સ શોધવામાં પણ મદદ કરે છે. પરંપરાગત પ્લાસ્ટિકના ટકાઉ વિકલ્પો તરફ સંક્રમણ ઝડપી બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે આ માહિતી જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ 'વાઇબ્રન્ટ ગુજરાત 2027' રોકાણ અને રોકાણકારોને રાજ્ય તરફ આકર્ષશે, તેમ આ યાદી તેમને આ ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા ઓળખવામાં પણ મદદરૂપ થશે.

વેચાણ પહેલા CPCB સર્ટિફિકેશન મેળવવું જરૂરી

સુધારેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016 હેઠળ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કેરી બેગ્સ અને તેને લગતી વસ્તુઓએ ભારતીય ધોરણ IS/ISO 17088:2021નું પાલન કરવું ફરજિયાત છે. ઉત્પાદકોએ આ ઉત્પાદનોનું માર્કેટિંગ કે વેચાણ કરતા પહેલા CPCB સર્ટિફિકેશન મેળવવું જરૂરી છે. નિયમો મુજબ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક પેકેજિંગ અને વસ્તુઓ પર "compostable only under industrial composting" (માત્ર ઔદ્યોગિક કમ્પોસ્ટિંગ હેઠળ જ કમ્પોસ્ટેબલ) લેબલ લગાવવું આવશ્યક છે.

કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક નિયંત્રિત ઔદ્યોગિક કમ્પોસ્ટિંગ પરિસ્થિતિમાં જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અલગ કરેલા ખાદ્ય કચરા માટે કમ્પોસ્ટેબલ લાઇનરનો ઉપયોગ કરવાની યોજના ધરાવતી સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે સંબંધિત કમ્પોસ્ટિંગ સુવિધા તેમને સ્વીકારે છે. અને આ સ્વીકાર પછી ઉપયોગ બાદ લાઇનર અલગથી એકત્રિત કરવામાં આવે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES