SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

TMC છોડતા જ પલટાઈ ગઈ બાજી: જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો, 500 ચોરસ મીટર મળશે ‘ગિફ્ટ’

આ વિવાદિત પ્લોટ વડોદરાના તાંદલજા ક્ષેત્રમાં સ્થિત છે. તે પઠાણ પરિવારના બંગલાની નજીક આવેલો છે. આ બંગલામાં ઈરફાન, યુસૂફ પઠાણ પોતાના પરિવારની સાથે રહે છે.

Written By Gokani Dhaval
Published: Oct 20, 2026, 10:11 AM IST | Updated: Oct 20, 2026, 10:13 AM IST
Join

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહરામપુરથી સાંસદ યુસૂફ પઠાણ દ્વારા મમતા બેનર્જીની ટીએમસીમાંથી બળવો કરવાના બે મહિના બાદ ગુજરાત સરકારે તેના પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વડોદરા મનપાની તે વિવાદિત 978 વર્ગ મીટરનો પ્લોટ યુસૂફ પઠાણને ફાળવવાની મંજૂરી આપી દીધી છે, જેને લઈને તેને ગેરકાયદેસર કબજાની નોટિસ ફટકારવામાં આવી હતી.

ભાજપ શાસિત વડોદરા મહાનગર પાલિકાના રેવેન્યુ વિભાગે રાજ્ય સરકારને 13 ઓગસ્ટે સરકારી સંકલ્પના આધાર પર તેનો પ્રસ્તાવ તૈયાર કરી મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યો હતો.

500 વર્ગ મીટર ગિફ્ટ, બાકી સસ્તા ભાવે

રાજ્ય સરકારના પ્રસ્તાવ હેઠળ આ પ્લોટની ફાળવણીની શરતો પ્રમાણે કુલ 978 વર્ગ મીટરમાંથી 500 વર્ગ મીટર જમીન યુસૂફ પઠાણને આવાસીય ઉપયોગ માટે ભેટના રૂપમાં આપવામાં આવશે. બાકી 478 વર્ગ મીટર જમીન 17 માર્ચ 2026ના નક્કી કરવામાં આવેલી કિંમતના 55 ટકા સસ્તા દર પર ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે કોર્પોરેશનને થનાર નુકસાનની ભરપાઈ માટે રાજ્યનું રેવેન્યુ વિભાગ VMC તે તેના સમાન મુલ્યની જમીન ફાળવશે.

આ વિવાદિત પ્લોટ વડોદરાના તાંદલતા ક્ષેત્રમાં સ્થિત છે. તે પઠાણના જાણીતા સફેદ બંગલાની નજીક છે. આ બંગલામાં યુસૂફ અને તેના નાના ભાઈ ઈરફાન પઠાણ અને પોતાના પરિવાર સાથે રહે છે. જુલાઈ 2026મા વડોદરા મનપાએ આ પ્લોટનું બજાર મુલ્ય લગભગ 20.5 કરોડ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રૂપાલની પલ્લી: પાંડવકાળ સાથે જોડાયેલી પરંપરા! ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી થઈ

14 વર્ષ જૂનો વિવાદ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાને નાતે સુરક્ષાના કારણનો હવાલો આપી યુસૂફ પઠાણે 2012મા જાહેર હરાજી વગર આ જમીન 99 વર્ષની લીઝ પર માગી હતી. વડોદરા મનપાએ ત્યારે મંજૂરી આપી હતી, પરંતુ 2014મા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે હરાજીને બાઇપાસ કરનાર પ્રસ્તાવને નકારી દીધો હતો. તેમ છતાં જમીન પર પઠાણ પરિવારનું ફેન્સિંગ અને કબજો રહ્યો.

જૂન 2024મા જ્યારે યુસૂફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને હરાવી બહરામપુરથી લોકસભા ચૂંટણી જીતી, તો તેના થોડા દિવસ બાદ વીએમસીએ તેને કથિત અતિક્રમણ હટાવવાની કાયદાકીય નોટિસ ફટકારી હતી.

હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

પઠાણે આ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. ઓગસ્ટ 2025મા કોર્ટે ટિપ્પણી કરતા પૂછ્યું કે ઔપચારિક ફાળવણી કે ચુકવણી વગર જાહેર જમીન પર કબજો કઈ રીતે કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે જાણીતી હસ્તિઓને વિશેષ છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. સરકાર તરફથી 13 ઓગસ્ટે ફાળવણી થયા બાદ 31 ઓગસ્ટે યુસૂફ પઠાણના વકીલે હાઈકોર્ટને જાણ કરી કે મામલાનું કોર્ટની બહાર સમાધાન થઈ ગયું છે, ત્યારબાદ અરજી પરત લઈ લેવામાં આવી હતી.


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES