SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કાશ્મીરના પહાડો વચ્ચે દર્દનાક દુર્ઘટના; સોનમર્ગમાં ગુજરાતના 8 પ્રવાસીઓ સહિત ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્ત

Jammu Kashmir Accident: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે પ્રવાસીઓને લઈ જતી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં પડી ગયું હતું.

Written By Kinjal Patel
Published: Nov 11, 2026, 09:10 AM IST | Updated: Nov 11, 2026, 09:21 AM IST
Join

Jammu Kashmir Accident: કાશ્મીર ફરવા નીકળેલા પ્રવાસીઓ માટે મંગળવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. સોનમર્ગના નયનરમ્ય નજારાઓ માણીને શ્રીનગર તરફ પરત ફરી રહેલી એક ટેમ્પો ટ્રાવેલર અચાનક અનિયંત્રિત થઈને 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક હોનારતમાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત કુલ 18 લોકો ગંભીર રીતે ઘવાયા છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: PM મોદી ફરીથી આવશે ગુજરાત, જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓને અકસ્માત, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર

સોનમર્ગ-શ્રીનગર હાઈવે પર ગુંડ સુંબલ પાસે ઘટી ઘટના

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક આ દુર્ઘટના ઘટી હતી. પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. વાહન ખીણમાં ખાબકતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને પ્રવાસનો આનંદ ક્ષણભરમાં ચીસાચીસ થઈ ગઈ હતી.

 દુર્ગમ વિસ્તાર હોવા છતાં સ્થાનિકો દેવદૂત બનીને પહોંચ્યા

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. દુર્ગમ વિસ્તાર હોવા છતાં લોકોએ માનવતા દાખવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી તાબડતોબ એમ્બ્યુલન્સો સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર બાદ ગંભીર દર્દીઓને SKIMS શ્રીનગર ખસેડાયા

'અમારા વિના NCPનું વિલીનીકરણ શક્ય નથી...' અજિત જૂથ અને શરદ પવાર વચ્ચે વધેલી નિકટતા પર ફડણવીસનું નિવેદન

તમામ 18 ઈજાગ્રસ્તોને સૌપ્રથમ નજીકના PHC ગુંડ ખાતે લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી તબીબોએ વધુ અદ્યતન સારવાર માટે તમામ દર્દીઓને શ્રીનગરના સૌરા સ્થિત આવેલી સુપ્રસિદ્ધ 'શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' (SKIMS) હોસ્પિટલમાં રિફર કર્યા હતા. આ ઘટનામાં માહિતી મળી છે કે તમામ 18 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે, જેમાં 6 લોકોની સ્થિતિ અત્યંત નાજુક છે.

ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓ ભોગ બન્યા

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કાશ્મીર ફરવા આવ્યા હતા. અમદાવાદ અને સુરતના રહીશો જેમાં શારદા બેન (58), રમેશ ભાઈ (59), શોભા બેન (50), રાજેશ કુમાર, દાયશા (42) ઉપરાંત મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારના સ્વર્ણદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજીત ઘોષ (61) અને પંજાબના ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર જગદીશ (રહે. ગુરદાસપુર)નો સમાવેશ થાય છે.

પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ અને સુરતના 5 પ્રવાસીઓ શારદા બેન, રમેશ ભાઈ, દાયશા, શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ (Head Injuries) પહોંચી છે. આ સિવાય સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે હાડકાનું ફ્રેક્ચર અને સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તો પર તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર ચલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખંભાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, પ્રેમસંબંધના વહેમમાં પિતાએ જ પુત્રીને પતાવી દીધી

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES