દહેજથી શારીરિક શોષણ સુધી! બિલ્ડર પતિની પાપલીલા, પતિના મિત્રની પણ છેડતીનો ભોગ બની
Domestic violence : વિદેશની ધરતી પર સુખી થવાના અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને ગયેલી ગુજરાતની વધુ એક દીકરી સાસરિયાના ક્રૂર અત્યાચારનો ભોગ બની છે! પણ આ વખતે મામલો માત્ર સામાન્ય ઘરેલું હિંસા, દહેજ કે મારપીટ પૂરતો સીમિત નથી, આ વખતે પીડિતાએ સાસરિયાઓ પર જે આક્ષેપો કર્યા છે તે એટલા સનસનીખેજ અને ચોંકાવનારા છે કે સાંભળીને કોઈપણ સંસ્કારી માણસની કંપારી છૂટી જશે.
રવિ અગ્રવાલ, વડોદરા : આણંદ જિલ્લાના કુંજરાવ ગામના રિયલ એસ્ટેટ અને ખેતીવાડી સાથે સંકળાયેલા હાઈપ્રોફાઈલ પરિવારની પાપલીલા. જે હવે પોલીસ ચોપડે ચડી છે. પીડિત મહિલાના લગ્ન આણંદના બિલ્ડર કાર્તિક પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ કેનેડા ગયેલી આ પરિણીતા પર સાસરિયાઓએ દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, પતિ કાર્તિક વાત-વાતમાં ઝઘડો કરી અમાનુષી અત્યાચાર ગુજારતો હતો અને વિરોધ કરવા પર માથું દીવાલમાં અથડાવી દેતો હતો. હેવાનિયતની હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે પતિએ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધો બાંધ્યા અને તેનો વીડિયો પણ ઉતાર્યો!
- કેનેડાથી આવી, બિલ્ડર પતિ સામે પત્નીની ફરિયાદ
- પતિ પર અપ્રાકૃતિક સંબંધ અને વીડિયો ઉતાર્યાનો આરોપ
- પતિના મિત્ર પર પણ છેડતીનો આરોપ
- દહેજથી શારીરિક શોષણ સુધી, પરિણીતાની આપવીતી
- માસૂમ દીકરાની સારવાર વચ્ચે ન્યાય માટે લડત
પીડિતાનો આક્ષેપ છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સાસુ જોત્સના પટેલ અને સસરા જશભાઈ પટેલ પણ દીકરાની ચઢામણી કરતા હતા. અત્યાચાર માત્ર સાસરિયા પૂરતો સીમિત ન રહ્યો. જ્યારે ઘરમાં પરિણીતા એકલી હતી, ત્યારે પતિનો મિત્ર રિપલ પટેલ ઘરમાં ઘૂસી આવ્યો હતો. રિપલ પટેલે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી તેના કમરના ભાગે ખોટો સ્પર્શ કરી છેડતી કરી હતી અને તેના પર ખરાબ નજર રાખતો હતો.
- બિલ્ડર પતિની 'વિકૃત' પાપલીલા!
- બેડરૂમનો વીડિયો...
- મિત્રની પણ કથિત કરતૂત!
- પત્નીની ફરિયાદથી ખુલ્યું રહસ્ય!
સમા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી
હાલમાં પરિણીતા પોતાના બાળકની સ્પીચ ડિલે થેરાપી એટલે કે બોલવાની ખામીની સારવાર કરાવવા માટે છેલ્લા 6 મહિનાથી વડોદરા ખાતે રોકાયેલી છે. સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે નારી શક્તિનું રૂપ ધારણ કરી પરિણીતાએ વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે ગુનો નોંધી આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી આ ફરિયાદ ટ્રાન્સફર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લંપટ મિત્રને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે
સવાલ એક માસૂમ દીકરાની સારવાર માટે એકલી લડી રહેલી લાચાર માતાને ન્યાય અપાવવાનો છે! વિદેશની ધરતીથી લઈને વડોદરા સુધી જે રીતે આ પરિણીતાને પરેશાન કરવામાં આવી છે, તેના ગુનેગારો ખુલ્લેઆમ ફરે તે સાંખી ન લેવાય. .હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ વિકૃત બિલ્ડર પતિ, અત્યાચારી સાસરિયા અને લંપટ મિત્રને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે!...
કેમ કે આ માત્ર એક સામાન્ય ઘરેલું હિંસાનો કેસ નથી, પણ વિકૃતિની તમામ હદો પાર કરનારો કિસ્સો છે. એક બાજુ માસૂમ બાળક બોલી શકતો નથી, માતા તેની સારવાર કરાવી રહી છે અને બીજી બાજુ રક્ષણ આપવાને બદલે સાસરિયાઓ અને પતિ તેને નરક જેવી યાતના આપતા રહ્યા.