SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ઉદ્યોગો માટે 'ઓફરનો વરસાદ': કેપિટલ સબસિડીથી લઈ સ્ટેમ્પ ડ્યુટીમાં 100% છૂટછાટ

ફાર્માસ્યુટિકલ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત અને ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત થશે અને દેશ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ગતિએ આગળ વધશે. કેપિટલ સબસિડી, યુટિલિટી ખર્ચમાં સહાય અને સ્ટેમ્પ ડ્યુટીમાં ૧૦૦ ટકા રિઇમ્બર્સમેન્ટ જેવા આકર્ષક પ્રોત્સાહનો આપવામાં આવશે.

Written By Gokani Dhaval
Published: Oct 29, 2026, 06:17 PM IST | Updated: Oct 29, 2026, 06:20 PM IST
Join

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના સક્રિય માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે. આ ઐતિહાસિક નિર્ણય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા અને મહત્વપૂર્ણ Active Pharmaceutical Ingredients (APIs), Key Starting Materials (KSMs) તેમજ Drug Intermediates ની વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત @૨૦૪૭'ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર મોખરાનું સ્થાન મેળવ્યું છે.

ભારત સરકારની બલ્ક ડ્રગ પાર્ક્સને પ્રોત્સાહન આપવાની ફ્લેગશિપ યોજના હેઠળ ભરૂચના જંબુસર ખાતે આશરે ૨,૦૧૫ એકરમાં આ વિશ્વકક્ષાનું પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ઉત્પાદકો માટે કેપિટલ અને ઓપરેટિંગ ખર્ચમાં મોટો ઘટાડો કરવા માટે અહીં ૧૦ થી વધુ અત્યાધુનિક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને CSTP, સ્ટીમ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સોલવન્ટ રિકવરી ફેસિલિટીઝ અને TSDF સુવિધા, ડીપ-સી ડિસ્પોઝલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સ અને મજબૂત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ નેટવર્ક જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જામજોધપુરથી ગુમ થયેલા બે બાળકો ત્રણ વર્ષ બાદ રાજકોટના ગવરીદળથી મળ્યા

આ યોજના હેઠળના મુખ્ય આર્થિક પ્રોત્સાહનોમાં રોકાણકારોને તેમની પ્રોજેક્ટ જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ 'બલ્ક ડ્રગ પાર્ક સ્કીમ' અથવા 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ, ૨૦૨૬' હેઠળ લાભ મેળવવાની અનુકૂળતા આપવામાં આવી છે. વિશિષ્ટ બલ્ક ડ્રગ પાર્ક યોજના હેઠળ મુખ્યત્વે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI) પર ૧૦% કેપિટલ સબસિડી, પાત્રતા ધરાવતા MSME એકમો માટે વિશેષ વ્યાજ સબસિડી, ૧૦ વર્ષ સુધી યુટિલિટી ચાર્જીસમાં રિઇમ્બર્સમેન્ટ, પાવર, સ્ટીમ, પાણી, ગંદા પાણીનો નિકાલ (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ), સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વેરહાઉસિંગ અને પાર્ક જાળવણી શુલ્કનું વ્યાપક રિઇમ્બર્સમેન્ટ, પાર્કમાં પ્રથમ વખત જમીન ફાળવણી પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીનું ૧૦૦% રિઇમ્બર્સમેન્ટ જેવા લાભો મળશે.

ગુજરાતની સ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સ્ટ્રેટેજિક દરિયાકાંઠાનું લોકેશન, બેસ્ટ લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી અને પારદર્શક શાસનને કારણે આ યોજનાથી ફાર્મા ક્ષેત્રે જંગી મૂડીરોકાણ આકર્ષાશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો કુશળ અને અર્ધકુશળ યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે.

રાજ્ય સરકારના આ પગલાથી ફાર્માસ્યુટિકલ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત અને ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત થશે અને દેશ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ગતિએ આગળ વધશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES