SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરફાર, એકસાથે 86 મામલતદારોની બદલી, 3 નાયબ મામલતદારોને બઢતી

Mamlatdar Transfer : રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. એકસાથે 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 3 નાયબ મામલતદારોને બઢતી આપી મામલતદાર બનાવાયા છે, જ્યારે અન્ય 2 અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે. બીજી તરફ જુનિયર સ્કેલ વર્ગ 1ના 8 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 25, 2026, 22:23 IST | Updated: Nov 25, 2026, 22:45 IST
Join

Mamlatdar Transfer : રાજ્યમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે મહેસૂલ વિભાગે પણ સપાટો બોલાવ્યો છે અને એકસાથે 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે. તો નાયબ મામલતદાર સંવર્ગના ત્રણ અધિકારીઓને મામલતદાર તરીકે બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી છે. તો બીજી તરફ જુનિયર સ્કેલ વર્ગ 1ના 8 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. 

ગુજરાતની સરહદોને અભેદ્ય બનાવવાની કવાયત: 10 સિનિયર IPS અધિકારીઓ 2 દિવસ સરહદી ગામોમાં રોકાઈને ગ્રામજનો સાથે કરશે સંવાદ

એકસાથે 86 મામલતદારોની બદલી

મહેસૂલ વિભાગના હુકમ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ બદલીમાં મહેસાણા, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, જામનગર, પાટણ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બદલીના મહત્વના ફેરફારોમાં રાજેશકુમાર જે. કાનુડાવાળાને બેચરાજીથી અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મામલતદાર તરીકે, મિનલ પટેલને અરવલ્લીથી અમદાવાદ શહેર (પૂર્વ)ના અસારવા ખાતે, જિતેન્દ્રકુમાર એસ. દેસાઈને અમદાવાદ શહેર (પૂર્વ)થી સુરત જિલ્લાના કામરેજ ખાતે અને એચ. એમ. અમીનને પાટડી-દસાડાથી મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે મુકવામાં આવ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મહત્વના ફેરફાર

આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રિયલ દેસાઈને પાલનપુરથી ગાંધીનગર માણસા, તો મહેશ ડી. ગોહેલને ગાંધીનગરથી ચિટનિસ, કલેક્ટર કચેરી ખાતે અને પ્રણવકુમાર ભરતભાઈ પુરોહિતને જમીન સંપાદન શાખા અમદાવાદથી ધોલેરા ખાતે મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં પણ કામરેજ, માંગરોળ, ચોર્યાસી, સુરત શહેર-અડાજણ અને સુરત શહેર-ઉધના સહિતના સ્થળોએ ફેરફારો કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં મુંદ્રા અને ટંકારા વચ્ચે પણ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, નર્મદા, નવસારી, તાપી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં પણ અધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે.

ત્રણ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી

મહેસૂલ વિભાગે નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના ત્રણ અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં બઢતી આપીને નવી જગ્યાએ નિમણૂક કરી છે. જેમાં નિલેશ એ. ખરાડીને મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મામલતદાર, અર્પણ એસ. ચાવડાને સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર-1 અને નરેન્દ્ર એન. ચૌધરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

બે અધિકારીઓને પણ બઢતીનો લાભ

આ જ હુકમમાં વધુ બે અધિકારીઓને અગાઉની જોગવાઈ મુજબ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના નાયબ મામલતદાર કુલદીપકુમાર જે. વસાવાને છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે મામલતદાર તરીકે અને પોરબંદરના નાયબ મામલતદાર રાણાભાઈ જે. કટારાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

જુનિયર સ્કેલ વર્ગ-1ના અધિકારીઓની પણ બદલી

મહેસૂલ વિભાગે અન્ય એક હુકમમાં જુનિયર સ્કેલ વર્ગ 1ના 8 અધિકારીઓની બદલી કરી છે. વંદના એચ. પરમારને GLPC, ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, હિરલબેન બી. ભાલાળાને સુરતના GIDC ખાતે લેન્ડ એક્વિઝિશન યુનિટ-2માં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે અને પાર્થ એચ. તલસાણિયાને વડોદરામાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના નાયબ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.

એચ. એન. રાવલને મહેસાણા ખાતે SLAO-Unit-1, હંસરાજસિંહ જે. ગોહિલને મોરબી ખાતે નાયબ કલેક્ટર-2, નિલક્ષ એચ. મકવાણાને છોટાઉદેપુર ખાતે નાયબ કલેક્ટર-1, મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને હર્ષદીપ કે. આચાર્યને જામનગર શહેરના પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES