SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ

Gujarat Government Holiday List 2027: ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૭ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું. વર્ષ ૨૦૨૭ દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં ૨૨ જાહેર રજાઓ રહેશે. દિવાળી ઉત્તરાયણ હોળી ઈદ અને જન્માષ્ટમી સહિતના તહેવારોની રજાઓ જાહેર. સરકારી કર્મચારીઓ માટે ૪૨ મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરાઈ. બેંકો માટે અલગથી જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું.

Written By Kinjal Patel
Published: Nov 05, 2026, 10:09 AM IST | Updated: Nov 05, 2026, 10:18 AM IST
Join

Gujarat Government Holiday List 2027: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર વર્ષ 2027માં વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો પર રજાઓ નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની સરકારી કચેરીઓ માટે આ રજાઓ લાગુ રહેશે. આ સાથે જ, કર્મચારીઓ માટે કુલ 42 મરજિયાત રજાઓની યાદી પણ સાથે બહાર પાડવામાં આવી છે, જેમાંથી કર્મચારીઓ નિયમ મુજબ વધુમાં વધુ બે મરજિયાત રજાઓનો લાભ મળી રહેશે. 

બેંક કર્મચારીઓ માટે અલગ કેલેન્ડર: રવિવાર-શનિવારે આવતા તહેવારોની વધારાની રજા નહીં મળે

સરકારી કર્મચારીઓની જેમ જ બેંક કર્મચારીઓ માટે પણ અલગથી જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. બેંકોના વ્યવહારો અને નાણાકીય સેવાઓને ધ્યાનમાં રાખીને આ રજાઓની અલગ યાદી તૈયાર કરાઈ છે.

આ વર્ષના કેલેન્ડરમાં એક મહત્વની બાબત એ છે કે, કુલ 9 જેટલા તહેવારો એવા છે જે રવિવાર અથવા બીજા અને ચોથા શનિવારે આવે છે. આ પૈકી 6 તહેવારો રવિવારે આવે છે, જ્યારે ૩ તહેવારો બીજા અથવા ચોથા શનિવારે આવે છે. નિયમ અનુસાર આ તહેવારો પહેલેથી જ સાપ્તાહિક રજાના દિવસે આવતા હોવાથી તેની કોઈ વધારાની રજા અલગથી મળશે નહીં.

વર્ષ 2027માં કુલ 34 દિવસની શું છે રજાઓનું ગણિત

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે વર્ષ 2027 રજાઓની દ્રષ્ટિએ ખૂબ જ રાહતભર્યું રહેવાનું છે. નિયમિત સાપ્તાહિક રજાઓ અને જાહેર રજાઓને ભેગી કરીને કુલ ગણતરી કરીએ તો કર્મચારીઓને મોટો લાભ મળશે. જેમાં 52 રવિવારની નિયમિત રજાઓ, 24 બીજા તથા ચોથા શનિવારની રજાઓ, રવિવાર અને શનિવાર સિવાયના દિવસોમાં આવતી 18 જાહેર રજાઓનો સમાવેશ થાય છે. આમ, કુલ 365 દિવસના વર્ષમાંથી કર્મચારીઓને કુલ 94 દિવસ રજા મળશે, જ્યારે બાકીના 271 દિવસ કામકાજના રહેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES