SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું મોટું સંકટ! ત્રણ દિવસ પડશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં અત્યારે મિશ્રિત વાતાવરણ જોવા મળી રહ્યું છે, વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે તો બપોરે ગરમી લાગે છે. આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે તેની આગાહી કરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 28, 2026, 06:36 PM IST | Updated: Oct 28, 2026, 06:40 PM IST
Join

ચક્રવાત અર્નબનો કહેર....આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડાએ મચાવી તબાહી...150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને દરિયામાં ઉછળતાં ઊંચાં મોજાંએ સર્જી છે ભયાનક સ્થિતિ...અને હવે આ ચક્રવાતની અસર વચ્ચે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે...શું દિવાળીના તહેવાર પર પડશે માવઠું?.... જુઓ આ વિશેષ અહેવાલમાં...

ચક્રવાત અર્નબ... નામ સાંભળીને જ ધ્રૂજાવી દે તેવો કહેર....આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ બાદ વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

150 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનના ઝપાટા

દરિયામાં ઊછળતાં વિશાળ મોજાં... કિનારા સાથે અથડાતું પાણી... અને દરિયાકાંઠાના રસ્તાઓ પર ફરી વળતું દરિયાનું પાણી...પવનની ઝડપ એટલી ભયાનક કે વાહનચાલકો માટે રસ્તા પર ટકી રહેવું પણ મુશ્કેલ બન્યું છે. 150 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનના ઝપાટા અને ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલી વધારી છે.

આંધ્રપ્રદેશની સાથે દક્ષિણ ઓડિશામાં પણ ભારે વરસાદ

ક્યાંક વૃક્ષો ધરાશાયી થયાં છે, તો ક્યાંક વીજપોલ, મકાનોની દિવાલો અને છતને નુકસાન પહોંચ્યું છે....આંધ્રપ્રદેશની સાથે દક્ષિણ ઓડિશામાં પણ ભારે વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી રહી છે.

પરંતુ સવાલ એ છે કે, દૂર દરિયાકાંઠે ત્રાટકેલા અર્નબ વચ્ચે ગુજરાતના હવામાનમાં શું પલટો આવશે?...ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતો અને નાગરિકોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહીના સંદર્ભમાં 29થી 31 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 30 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી ઉપરાંત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે 31 ઓક્ટોબરે ભાવનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

29 ઓક્ટોબરે ક્યાં વરસાદ? 
નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

30 ઓક્ટોબરે ક્યાં વરસાદ?
ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

31 ઓક્ટોબરે ક્યાં વરસાદ? 
ભાવનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ

શું કરી અંબાલાલે આગાહી?

બીજી તરફ, હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચર્ચામાં છે...આગાહી અનુસાર, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે.

તો વલસાડ, નવસારી અને સુરતની સાથે અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થઈ શકે છે....સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાં પડવાની શક્યતા છે...કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તો નવાઈ નહીં.

હવે વાત દિવાળીની...તહેવારના માહોલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ દિવાળીના દિવસોમાં વરસાદની શક્યતા ઓછી હોવાનું આગાહીકારનું અનુમાન છે...જોકે, 12થી 14 નવેમ્બર દરમિયાન ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી ખેડૂતો માટે હવામાનની દરેક અપડેટ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

એટલું જ નહીં, નવેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં નવી મજબૂત વાવાઝોડા જેવી હવામાન પ્રણાલી સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે...જોકે, આટલા દિવસ અગાઉની આગાહીમાં ફેરફાર થઈ શકે છે. હાલ તો સવાલ એક જ છે—અર્નબની અસર વચ્ચે ગુજરાતમાં માવઠું કેટલું વરસશે? હવામાનની સત્તાવાર આગાહી પર નજર રાખવી જરૂરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES