• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ધરતીપુત્રોની હાલત કફોડી! ક્યાંક વરસાદની અછત, તો ક્યાંક પાછોતરા વરસાદથી પાકને નુકસાન

ધરતીપુત્રોની હાલત કફોડી! ક્યાંક વરસાદની અછત, તો ક્યાંક પાછોતરા વરસાદથી પાકને નુકસાન

Gujarat Farmers : વરસાદની રાહ જોતા ગુજરાતના ખેડૂતોની આંખો હવે આકાશ તરફ નહી. પરંતુ ખેતરોમાં સુકાતા પાક તરફ છે. કેમ કે, વરસાદની ઘટના કારણે કપાસ, મગફળી, બાજરી, એરંડા સહિત ચોમાસુ પાકને મોટુ નુકસાન થયુ છે.

Written ByDilip Chaudhary
Published: Sep 28, 2026, 08:32 PM IST|Updated: Sep 28, 2026, 08:37 PM IST
joinshare
ધરતીપુત્રોની હાલત કફોડી! ક્યાંક વરસાદની અછત, તો ક્યાંક પાછોતરા વરસાદથી પાકને નુકસાન

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Farmers : ગુજરાતમાં ક્યાંક વરસાદની અછતના કારણે ઉભો પાક સુકાઈ રહ્યો છે. તો ક્યાંક પાછોતરા વરસાદથી તૈયાર પાક બગડી ગયો છે. ખાતર, બિયારણ, દવા અને મજૂરી તેમજ વાવણી પાછળ કરેલો ખર્ચ પણ આ વર્ષે ખેડૂતોને મળે તેમ નથી. જેના કારણે ધરતીપુત્રોની હાલત દયનીય બની છે.

કપાસના ખેતરો કાળા પડી ગયા

બોટાદ જિલ્લામાં પાછોતરા વરસાદ બાદ કપાસના ખેતરો કાળા પડી ગયા છે. ખેતરમાં ઉભેલો કપાસનો છોડ સુકાઈને કાળો પડતા ખેડૂતોને પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતોએ ખેતરમાં પાક નહીં, આખા વર્ષની આશા વાવી હતી, પરંતુ આ આશાઓ હવે આંખ સામે કરમાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા બિનપિયત ખેતરોમાં કપાસ અને મગફળીના પાક સુકાવા લાગ્યા છે. જે વીઘામાં 20 મણ કપાસની આશા હતી, ત્યાં હવે માત્ર 5થી 6 મણ ઉત્પાદનની ભીતિ છે. પાક ઘટ્યો એટલે આવક ઘટી, પરંતુ ખેતીનો ખર્ચ તો એટલો જ રહ્યો.

સાબરકાંઠામાં ઓછા વરસાદે ખેડૂતોનું ખેતીનું આખું ગણિત ખોરવી નાખ્યું છે. મગફળીના પાકને સમયસર પાણી ન મળતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ હવે મુશ્કેલ બન્યો છે.

ખેડૂતના ખેતરોમાં આ વખતે કુદરતનો બેવડો પ્રહાર

રાજકોટ જિલ્લાના જસદણમાં પહેલા વરસાદની અછત અને ત્યાર બાદ પાછોતરા વરસાદે ખેડૂતોને મુશ્કેલી વધારી દીધી છે. કેમ કે, મગફળીમાં રોગચાળો આવતા લીલો પાક ઉખાડવાની ખેડૂતોને ફરજ પડી છે.

બીજી તરફ પાટણ જિલ્લાના ખેડૂતોના ખેતરો હરિયાળા નહીં, પરંતુ સકાઈ રહ્યા છે. વરસાદની લાંબી ખેંચથી કપાસ, બાજરી અને કઠોળ સહિતના પાક સામે નુકસાનનું સંકટ ઊભું થયું છે. ત્યારે બિયારણ, ખાતર અને દવા માટે લીધેલા નાણાં હવે કેવી રીતે ચૂકવવા તે સવાલ છે. ત્યારે પાટણ જિલ્લાના ખેડૂતોની માંગ છે કે, તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે.

ખેડૂતના ખેતરમાં આ વખતે કુદરતના બેવડા પ્રહારની અસર જોવા મળી રહી છે. ક્યાંક પાક સુકાઈ રહ્યો છે, તો ક્યાંક તૈયાર પાક બગડી રહ્યો છે. ખેતીનો ખર્ચ, ઘટતું ઉત્પાદન અને માથે ચડતું દેવું-ખેડૂત સામે પડકારોનો પહાડ છે. ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે, સરકાર તાત્કાલિક સર્વે કરાવે, યોગ્ય વળતર આપે અને રાહત પેકેજ જાહેર કરી અન્નદાતાને આ સંકટમાંથી ઉગારે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News