SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફિનટેકમાં તમારા આઇડિયા બતાવવાની તક: વિદ્યાર્થીઓ-સંશોધકો માટે રાષ્ટ્રીય કક્ષાની ઇનોવેશન સ્પર્ધા જાહેર

આ સ્પર્ધા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં યોજાઈ રહી છે. તેનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા ટેકનોલોજી અને સંશોધન આધારિત આશાસ્પદ વિચારોને ઓળખવાનો છે.

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 04:40 PM IST | Updated: Oct 27, 2026, 04:43 PM IST
Join


ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (આઈઆઈટીજીએન)ના સહયોગથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ની પૂર્વતૈયારીના ભાગરૂપે ગિફ્ટ ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જ 2026-27નું આયોજન કરશે. આ રાષ્ટ્રીય સ્તરની ઇનોવેશન કોમ્પિટિશનનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમમાં વ્યવહારિક ઉપયોગ થઈ શકે તેવી આશાસ્પદ ટેકનોલોજી અને સંશોધન આધારિત વિચારોને ઓળખવાનો છે.

વિદ્યાર્થીઓ અને સંસોધકો લઈ શકશે ભાગ

આ સ્પર્ધામાં મુખ્યત્વે ભારતભરની ટેકનિકલ, મેનેજમેન્ટ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સંશોધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકો વ્યક્તિગત રીતે અથવા ટીમ બનાવીને અરજી કરી શકશે. સ્પર્ધામાં અગાઉથી નક્કી કરેલી ટેકનોલોજીની શ્રેણીઓ પૂરતી મર્યાદિત રહેવાને બદલે, મૂળભૂત, ટેકનિકલી સક્ષમ અને વ્યવહારિક ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગ ધરાવતા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સ્પર્ધામાં ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ, ડિજિટલ એસેટ્સ અને પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી માટે તૈયાર ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબરસિક્યોરિટી, ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ટેકનોલોજી તથા નેક્સ્ટ-જનરેશન ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ગિફ્ટ સિટી સાથે સંબંધિત અન્ય ઉભરતી ટેકનોલોજીઓ પણ સ્પર્ધાના ક્ષેત્રમાં સામેલ રહેશે.

આ પણ વાંચોઃ અંબાલાલે કીધું એટલે ફાઈનલ! બંગાળની ખાડીમાં ઉભું થયેલું ખૂંખાર વાવાઝોડું ગુજરાતને અસર કરશે

12 નવેમ્બર સુધી કરો અરજી

સ્પર્ધા માટેની અરજીઓ 12 નવેમ્બર, 2026 સુધી સ્વીકારવામાં આવશે. પ્રારંભિક અરજી અને મૂલ્યાંકનની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલા વિચારોનું મૂલ્યાંકન તેમની નવીનતા, ટેકનિકલ ગુણવત્તા, નાણાંકીય ક્ષેત્ર સાથેની સુસંગતતા, વ્યવહારિક શક્યતા, સંભવિત અસર અને વ્યાપારીકરણની સંભાવનાના આધારે કરવામાં આવશે.

ગ્રાન્ડ ફિનાલેમાં મળશે આમંત્રણ

પ્રારંભિક તબક્કામાંથી આશરે 10થી 12 પસંદગી પામેલી ટીમોને આઈઆઈટી ગાંધીનગર ખાતે યોજાનારી ઓફલાઇન ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવશે. આ ફિનાલેમાં ટીમો શૈક્ષણિક ક્ષેત્ર, ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઉદ્યોગ અને ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમના નિષ્ણાંતોની બનેલી જ્યુરી સમક્ષ પોતાના નવીન વિચારો રજૂ કરશે. ફિનાલે 20 ડિસેમ્બર, 2026 સુધીમાં યોજવાનો પ્રસ્તાવ છે.

ગિફ્ટ સિટી પસંદગી પામેલી ટીમો અને બેન્કો, નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ તથા ઇકોસિસ્ટમના અન્ય સંબંધિત ભાગીદારો વચ્ચે પરસ્પર સંવાદ અને જોડાણની તકો ઊભી કરવા માટે પણ પ્રયાસ કરશે. નવીન વિચારોની સુસંગતતા અને સંબંધિત ભાગીદારોના રસના આધારે આ જોડાણો દ્વારા વિચારોની ચકાસણી, પ્રાયોગિક અમલીકરણ, સંશોધન ક્ષેત્રે સહયોગ અથવા વ્યાપારીકરણની તકો ઊભી થઈ શકે છે. ટોચની ત્રણ ટીમોને જાન્યુઆરી 2027માં ગિફ્ટ સિટી અથવા વાઇબ્રન્ટ ગુજરાતના યોગ્ય મંચ પર પોતાના નવીન વિચારો રજૂ કરવાની તક પણ મળી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES