ગાંધીનગર મનપાના મેયર કોણ? 5 વિધાનસભા બેઠકો પર ઠાકોર સમાજનો દબદબો, છતાં મેયર પદ માટે કોણ છે મેયર પદના દાવેદારો
Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદને લઈને રાજકીય સમીકરણો તેજ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગરના રાજકારણમાં હાલ એક વાત ચર્ચાના કેન્દ્રમાં છે કે આગામી સમયમાં મેયરની ખુરશી કોના ફાળે જશે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઠાકોર ન આવે તે માટેના સમીકરણો સામે આવ્યા છે. ઠાકોર સમાજના વસ્તી-પ્રભુત્વ અને જિલ્લાની વિધાનસભા બેઠકોના સમીકરણોને ધ્યાનમાં રાખીને પક્ષ હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
હિતલ પારેખ / ગાંધીનગર: Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદની ચૂંટણી માત્ર સ્થાનિક વહીવટ પૂરતી સીમિત ન રહેતા જાતિગત અને ક્ષેત્રીય રાજકારણનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ઠાકોર સમાજ એક નિર્ણાયક અને શક્તિશાળી મતબેંક તરીકે ઉભરી આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની 5 બેઠકોમાં ઠાકોર ધારાસભ્યોની સંખ્યા ઘણી વિશાળ છે. ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની વાત કરીએ તો દક્ષિણ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર, કલોલમાં બકાજી ઠાકોર, દહેગામમાં બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર ઉત્તરમાં રીટાબેન પટેલ અને માણસામાં જે એસ પટેલ છે.
હવે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઠાકોર સમાજમાંથી કોઈ ન આવે તે માટેના અલગ અલગ સમીકરણો બની રહ્યા છે. આ સમાજને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાના આગામી મેયર પદ માટે રાજકીય ગરમાવો વધી ગયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરની પસંદગીમાં કયા સમીકરણો કામ કરી રહ્યા છે અને કોના નામો ચર્ચાના કેન્દ્રમાં છે, તેની પર એક નજર કરીએ...
'બાપુ'નો મમરો, સૂરજેવાલાનો દાવ : ગુજરાતમાં 'વહેલી ચૂંટણી'ની હવા પાછળ કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, સાયકોલોજીકલ વોર
ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજનું આગવું સ્થાન
ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી અંદાજે 22% જેટલી હોવાનું મનાય છે, જે તેને રાજ્યની સૌથી મોટી અને મહત્વપૂર્ણ મતબેંક બનાવે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજનો પ્રભાવ અત્યંત મજબૂત રહ્યો છે. ગુજરાત વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ હોય, કોઈપણ રાજકીય પક્ષ માટે ઠાકોર સમાજની અવગણના કરવી પોસાય એમ નથી.
ગાંધીનગર જિલ્લામાં ઠાકોર સમાજનું જબરદસ્ત મોટું વર્ચસ્વ: 5 માંથી 3 ધારાસભ્યો ઠાકોર સમાજના...
- ગાંધીનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકો પર નજર કરીએ તો અહીં ઠાકોર અને ક્ષત્રિય સમાજનું રાજકીય પ્રભુત્વ સ્પષ્ટપણે જોવા મળે છે.
| ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર |
| કલોલ | બકાજી ઠાકોર |
| દહેગામ | બલરાજસિંહ ચૌહાણ |
| ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ |
| માણસા | જે. એસ. પટેલ |
નોંધનીય છે કે ગાંધીનગરમાં જિલ્લાની 5 માંથી 3 બેઠકો પર ઠાકોર/ક્ષત્રિય ધારાસભ્યો પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ઠાકોર સમાજનો મોટો પ્રભાવ રહેલો છે.
જીરૂ વેચવાની ઉતાવળ ન કરતા! ભાવમાં આવશે તેજી? ગુજરાતના ખેડૂતોનું છેલ્લા 3 વર્ષનું નુકસાન સરભર થશે
ગાંધીનગર મેયર મેયર પદના મુખ્ય દાવેદારો
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે ક્ષત્રિય, પાટીદાર, OBC અને અન્ય સમાજના આ નામો પર ચાલી રહી છે ચર્ચા...
સ્માર્ટ સિટી કે કાચા રસ્તાનું શહેર? AMCની ઉઘાડી પડી પોલ: સ્માર્ટ સિટી અમદાવાદમાં 52% થી વધુ રસ્તાઓ હજુ પણ કાચા!
| કનૈયાલાલ દેસાઈ | સિનિયર કોર્પોરેટર અને મેયર પદની રેસમાં મુખ્ય ચર્ચિત નામ. |
| ધર્મેન્દ્રકુમાર નાઈ | મેયર પદ માટે મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં. |
| મહેશ ચૌધરી | મેયર પદ માટે ચર્ચામાં રહેલું અન્ય એક નામ. |
| રૂપસિંહજી ઠાકોર | યુવા નેતા તરીકે ઠાકોર સમાજમાંથી પ્રબળ દાવેદાર. |
| અરવિંદજી ઠાકોર | OBC ચહેરા તરીકે ઠાકોર સમાજમાંથી ચર્ચામાં. |
| અંકિત બારોટ | મેયર પદની રેસમાં ચર્ચિત નામ. |
| વિષ્ણુજી ગડાજી ઠાકોર | ઠાકોર સમાજમાંથી મેયર પદના દાવેદાર. |
| જયંતીભાઈ ડાભી | મેયર પદ માટે ચર્ચામાં રહેલા નેતા. |
ઠાકોર સમાજનું વર્ચસ્વ અને શું બની રહ્યા છે રાજકીય સમીકરણો
રાજ્યની 17 મહાનગરપાલિકાઓ પૈકી હાલ એક પણ જગ્યાએ ઠાકોર સમાજના મેયર નથી. આ સંજોગોમાં ગાંધીનગરમાં ઠાકોર સમાજમાંથી મેયર બનાવવામાં આવે તેવી માંગ અને સમીકરણો પ્રબળ બન્યા છે. ત્યાં જ બીજી તરફ, રાજકીય પક્ષોમાં એવા પણ સમીકરણો ચાલી રહ્યા છે કે જો ગાંધીનગરમાં ઠાકોર સમાજને મેયર પદ આપવામાં ન આવે તો જિલ્લાના અન્ય જાતિગત સમીકરણો (જેમ કે પાટીદાર કે અન્ય OBC વર્ગ) સંતુલિત કરી શકાય. આ રાજકીય ખેંચતાણ વચ્ચે ગાંધીનગરના મેયર તરીકે કોની પસંદગી થશે તે રસપ્રદ બન્યું છે.