SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીરો સામે આવી, એરપોર્ટ જેવો ભવ્ય લુક; મે 2027થી શરૂ થશે ટ્રાયલ

સુરતમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રથમ તસવીરમાં એરપોર્ટ જેવું આધુનિક ઈન્ટીરિયર જોવા મળ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના સુરત-બિલિમોરા હિસ્સામાં મે 2027થી શરૂઆતી ટ્રાયલનું લક્ષ્ય છે.

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 17:03 IST | Updated: Nov 27, 2026, 17:04 IST
Join

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની એક નવી ઝલક સામે આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ બની રહેલા સુરત સ્ટેશનની પ્રથમ તસવીરમાં તેની આધુનિક ડિઝાઇન શાનદાર જોવા મળી રહી છે. સ્ટેશનની અંદર મોટી જ્યોમેટ્રિક છત, કાંચની રેલિંગ, એસ્કેલેટર અને યાત્રિકો માટે ઘણી સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેનો લુક એરપોર્ટ જેવો જોવા મળે છે.

આ સ્ટેશન સુરત-બિલિમોરા રેલ સ્ટેશનનો હિસ્સો છે. હાલ સુરતથી બિલિમોરા વચ્ચે 50 કિમી જેટલા લાંબા હિસ્સા પર મે 2027મા શરૂઆતી ટ્રાયલ રન કરાવવાની તૈયારી છે. રેલવે મંત્રી અશ્ચિની વૈષ્ણવ પ્રમાણે બુલેટ ટ્રેન કોરિડોરને એક સાથે શરૂ કરવાની જગ્યાએ અલગ-અલગ તબક્કામાં શરૂ કરવામાં આવશે.

સુરત-બિલિમોરા સેક્શન પર કામ ક્યાં સુધી પહોંચ્યું?

રેલવે મંત્રી પ્રમાણે સુરત-બિલિમોરા સેક્શન પર વીજળી સાથે જોડાયેલું કામ પૂર્ણ થઈ ગયું છે. 20 નવેમ્બરે એલિવેટેડ હિસ્સાના બંને ટ્રેક પર ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન સિસ્ટમ પણ ચાલૂ કરી દેવામાં આવી છે. તો સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ થવાની આશા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બિલિમોરા સ્ટેશન સબસ્ટેશનમાં ઉપકરણ લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.

અલગ-અલગ તબક્કામાં શરૂ થશે બુલેટ ટ્રેન

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સંપૂર્ણ કોરિડોરને એક સાથે શરૂ કરવાની જગ્યાએ અલગ-અલગ તબક્કામાં ચાલૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અમદાવાદ-વાપી સેક્શન 2027ના અંત સુધી તૈયાર થઈ શકે છે. તો 2029 સુધી બુલેટ ટ્રેન સેવાને ઠાણે સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો

280 કિમીની ગતિથી થશે શરૂઆતી ટેસ્ટિંગ

શરૂઆતી ટેસ્ટિંગ માટે B-28 ટ્રેનનો ઉપયોગ કરવાની વાત સામે આવી છે. તેને 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવ પ્રમાણે B-28 ટ્રેનનો પ્રેશર ટેસ્ટ સફળ રહ્યો છે. આ પરીક્ષણમાં, ટ્રેનને સામાન્ય સંચાલન દરમિયાન અનુભવાતા વાતાવરણીય દબાણ કરતાં બમણા દબાણનો સામનો કરાવવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ઊંચી ગતિએ ઉદ્ભવતા દબાણ-સંબંધિત પડકારોને સહન કરવાની ટ્રેનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.

મંત્રીએ જણાવ્યું કે 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારી ટ્રેન માટે ખાસ એન્જિનિયરિંગની જરૂરિયાત હોય છે. ઝડપી ગતિથી પેદા થનાર હવાના દબાણને ધ્યાનમાં રાખી ટ્રેન અને તેના માળખાને તૈયાર કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં નિર્માણ કાર્ય અને સમુદ્રની નીચે બનનાર સુરંગનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES