SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દેવગઢ બારિયાના રાજકારણમાં મોટો ઉલટફેર: પુત્ર ભાજપમાં પ્રમુખ, તો પિતાએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની રાજનીતિમાં મહત્વની ઘટના જોવા મળી છે. અહીં ભાજપના પ્રમુખ હરેસભાઈ કરણસિંહના પિતા કોંગ્રેસમાં જોડાયા છે.

Written By Gokani Dhaval
Published: Nov 12, 2026, 03:06 PM IST | Updated: Nov 12, 2026, 03:08 PM IST
Join

દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં રાજકારણમાં એક મોટી ઘટના જોવા મળી છે, જ્યાં દેવગઢ બારિયા ભાજપના પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા અને ભાજપના પાયાના નેતા ગણાતા કરણ મામાએ વિવિધત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.  કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામા, 134 વિધાનસભાના પ્રભારી એડવોકેટ સુરેશ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વાખલાની વિશેષ ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

વર્ષોથી દેવગઢ બારિયાની રાજનીતિમાં સક્રિય છે કરણ મામા

કરણ મામા દેવગઢ બારિયા તાલુકાના રાજકારણમાં મોટું નામ ધરાવે છે. તેઓ અગાઉ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 30 વર્ષથી ખજૂરી ગામના સરપંચની જવાબદારી સંભાળી રહ્યાં છે. સ્થાનિક ચર્ચાઓ પ્રમાણે પક્ષમાં યોગ્ય માન-સન્માન ન મળતા અને સતત થઈ રહેલી અવગણનાથી નારાજ થઈ તેમણે પક્ષ પલટો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ ૫૪ બેઠકો પર ભાજપનો ₹૨,૩૦૦ કરોડનો જુગાર! ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી મેદાને

પુત્ર ભાજપમાં સક્રિય

કરણ મામાના પુત્ર ભાજપના કાર્યકર્તા છે. તેમના પુત્ર હરેશભાઈ ભાજપના સંગઠનમાં પ્રમુખ પદે કાર્યરત છે, તેવામાં પિતા કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજનીતિમાં ખુબ ચર્ચા થઈ રહી છે. પિતાના આ નિર્ણયે દેવગઢ બારિયાની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. નોંધનીય છે કે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જ્યારે કરણ મામા સ્થાનિક રાજનીતિમાં મોટું નામ ધરાવે છે.

પિતા-પુત્રની અલગ-અલગ રાજકીય દિશા

દેવગઢ બારિયાના ભાજપ પ્રમુખના પિતાનો આ નિર્ણય ભાજપ માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે જે પુત્ર ખુદ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળે છે, તેમના પિતા કોંગ્રેસમાં જોડાયા છે. કરણ મામા ભાજપના પાયાના નેતા રહી ચૂક્યા છે. તેઓ સ્થાનિક રાજનીતિમાં વિવિધ હોદ્દા અને પદ સંભાળી ચૂક્યા છે. હવે કરણ મામા દ્વારા કોંગ્રેસમાં જોડાયા બાદ સ્થાનિક રાજનીતિમાં કેવા સમીકરણો ઉભા થાય છે તે જોવાનું રહેશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES