SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

1500નો માલ 5000 રૂપિયામાં! તમે વિદેશી બ્રાન્ડ નહીં ઝેર પી રહ્યાં છે, દારૂની 'મિની ફેક્ટરી' પકડાઈ

Fake liquor racket Ahmedabad : શું તમે જે બ્રાન્ડ પર ભરોસો કરો છો. એ ખરેખર અસલી છે?. જો તમે પણ બ્રાન્ડના મોહમાં છો, તો અમદાવાદનો આ કિસ્સો તમારી આંખો ઉઘાડી નાખશે. એક એવું ષડયંત્ર...જ્યાં બંધ બારણે, અંધારા ઓરડામાં 'મોતનું રી-ફિલિંગ' થઈ રહ્યું હતું!. વિદેશી બ્રાન્ડનું ચળકતું સ્ટીકર, આકર્ષક બોટલ અને અંદર ભરેલું સ્લો-પોઈઝન! હા, અમદાવાદમાં ધમધમી રહી હતી દારૂની આખી 'મિની ફેક્ટરી'...

Written By Karan Rajput
Published: Sep 28, 2026, 07:54 PM IST | Updated: Sep 28, 2026, 07:58 PM IST
Image Credit: Fake Foreign Liquor
Join

spurious foreign liquor : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમદાવાદના ઠક્કરનગરમાંથી એક એવું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેણે પોલીસ અને દારૂના શોખીનો બંનેના હોશ ઉડાવી દીધા છે.

મોંઘી બ્રાન્ડના નામે નકલી અને સસ્તો દારૂ પધરાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું. અમદાવાદ પોલીસના ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડીને ઠક્કરનગર વિસ્તારના એક મકાનમાંથી આ આખી 'મિની ફેક્ટરી'નો પર્દાફાશ કર્યો છે.

છેલ્લા બે મહિનાથી ભાડાના મકાનમાં કરાતો હતો કાળો કારોબાર

આરોપી આર્થિક લાભ મેળવવા માટે મોંઘી અને નામાંકિત વિદેશી દારૂની ખાલી બોટલો એકઠી કરતા હતા ત્યારબાદ તેમાં સસ્તો અને હલકી ગુણવત્તાનો દારૂ ભરી, અસલી સ્ટીકર અને નકલી ઢાંકણાં લગાવી ગ્રાહકોને ઊંચા ભાવે વેચી આર્થિક છેતરપિંડી આચરતા અને મોતના મુખમાં ધકેલવાનો ધંધો કરતા. છેલ્લા બે મહિનાથી ભાડાનું મકાન રાખીને આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો.

પોલીસે આ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર બુટલેગર હેમલ ઉર્ફે હેમુ વાઘેલાને રંગેહાથ ઝડપી પાડ્યો છે. જો કે, કૌભાંડમાં સંડોવાયેલા તેના અન્ય ત્રણ સાગરીતો ભરત સોલંકી, વિજય સોલંકી અને સુનિલ સોલંકી ભાગી છૂટવામાં સફળ રહ્યા.

47 બ્રાન્ડેન્ડ બોટલો મળી આવી

દરોડા દરમિયાન પોલીસને આ મકાનમાંથી 322 ખાલી બોટલો, 118 ક્વાર્ટર, 293 નકલી ઢાંકણાં અને દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે 47 જેટલી અલગ-અલગ અસલી બ્રાન્ડની નકલી બોટલો સહિત પોલીસે કુલ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, 1,500 વાળી દારૂની બોટલનો માલ આ મોંઘી બોટલોમાં ભરીને શોખીનો પાસેથી 5,000 વસૂલવામાં આવતા હતા.

પોલીસે એક આરોપીને જેલ હવાલે કરી દીધો

તાજેતરમાં ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ કૌભાંડે સાબિત કરી દીધું છે કે દારૂના શોખીનો અને વેચનારાઓ માત્ર કાયદાનો ભંગ જ નથી કરી રહ્યા, પરંતુ બ્રાન્ડના મોહમાં મોંઘા ભાવ ચૂકવીને અને વસૂલીને સ્વાસ્થ્ય સાથે પણ જીવલેણ ખેલ ખેલી રહ્યા છે. હાલ તો પોલીસે એક આરોપીને જેલહવાલે કરી, ફરાર ત્રણેય બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES