પાખંડીએ આધ્યાત્મિક કંઠી પહેરાવી મહિલાનું શોષણ કર્યું, ભજનના સૂર પાછળ કાળી કરતૂત!
ધર્મ...આસ્થા...અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલી પાતળી રેખા હોય છે, તેનો એક જીવતો-જાગતો અને કમકમાટીભર્યો કિસ્સો રાજકોટના વિંછીયા પંથકમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પાખંડીએ ભક્તિના પવિત્ર ઓઠા હેઠળ વાસનાનો એવો કાળો ખેલ ખેલ્યો, જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે!.
જીગ્નેશ સિદ્ધપરા, જસદણ : સાષ્ટાંગ પ્રણામ. હોઠ પર હરિનું નામ. હાથમાં પવિત્ર માળા અને મનમાં કાળી કરતૂત! ભક્તિના નામે ભોળા લોકોને છેતરવાનો ખેલ રાજકોટના જનડા અને હાથસણી પંથકમાં લાંબા સમયથી ચાલતો હતો. આરોપી દિનેશ ધોરીયા લોકોને ધર્મના પાઠ ભણાવતો અને સ્ટેજ પર બેસી ભજન-કીર્તન કરતો હતો. આ દરમિયાન એક પરિણીત દંપતી તેના સંપર્કમાં આવ્યું. પાખંડીએ આધ્યાત્મિક કંઠી પહેરાવી બંનેને પોતાના શિષ્ય બનાવ્યા પણ કોને ખબર હતી કે આ ભક્તિના ઓઠા હેઠળ વાસનાની કાળી સ્ક્રિપ્ટ લખાવાની હતી.
ભજનના સૂર પાછળ કાળી કરતૂત!
ગુરુના વેશમાં હવસખોરી...
કંઠી પહેરાવી ઈજ્જત લૂંટી
મહિલાના પતિને પણ પરિવારથી અલગ કર્યો
શિષ્ય બનાવ્યા બાદ આ ઢોંગી ગુરુ ભજન કરવાના બહાને પરિણીતાના ઘરે અવારનવાર આવવા લાગ્યો. સૌ પ્રથમ તેણે મહિલાના પતિને પોતાના પરિવાર અને માતા-પિતાથી અલગ થવા મજબૂર કર્યો. ત્યારબાદ મહિલાની એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું.
પતિની હાજરીમાં પણ દુષ્કર્મ ગુજારતા અચકાયો નહોતો
પીડિતાના સાસુના જણાવ્યા મુજબ, નરાધમે પતિની હાજરીમાં પણ દુષ્કર્મ ગુજારતા અચકાયો નહોતો. એટલું જ નહીં, ગુરુદક્ષિણાના નામે પરિણીતા પાસેથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમ, ભજનની પેટી અને મોજશોખ માટે કાર પણ પડાવી લીધી હતી.
ભજનના સૂર પાછળ કાળી કરતૂત
ગુરુના વેશમાં હવસખોરીનો આરોપ
ભક્તિના વેશમાં વાસનાનો ખેલ
માળા હાથમાં, મનમાં મેલી મુરાદ
શિષ્યા બનાવી, કથિત શોષણનો ખેલ
મહિલાએ હિંમત ભેગી કરી વિંછીયા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા
આ પાખંડનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે પરિણીતાએ પોતાના આપેલા ઘરેણાં પરત માંગ્યા. .હવસખોર દિનેશે અસલી રંગ બતાવ્યો અને પીડિતાના ઉતારેલા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની તેમજ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. આખરે કથિત ત્રાસ અને ધમકીઓથી કંટાળેલી મહિલાએ હિંમત ભેગી કરી વિંછીયા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા...
દિનેશ ધોરીયા ઉર્ફે દિલુરામ બાપુની ધરપકડ
પીડિતાની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી દિનેશ ધોરીયા ઉર્ફે દિલુરામ બાપુની ધરપકડ કરી લીધી છે. ધર્મના ઓઠા હેઠળ માસૂમ શ્રદ્ધાળુઓનો શિકાર કરતા આવા તત્વો સમાજ માટે લાલબત્તી સમાન છે. હાલ તો આ પાખંડી લોકઅપની હવા ખાઈ રહ્યો છે અને પોલીસ તેની કુંડળી ખંખોરી રહી છે કે આ સિવાય તેણે અન્ય કોઈ મહિલાઓને શિકાર બનાવી છે કે કેમ...