SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અધધ...ગુજરાતમાંથી ઝડપાયું ₹19.41 કરોડનું વિદેશી સોનું, DRIએ ત્રણની કરી ધરપકડ

Gold Smuggling : ગુજરાતમાંથી રૂપિયા 19.41 કરોડનું વિદેશી સોનું ઝડપાયું છે. DRIએ સોનાની તસ્કરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે સોનાની તસ્કરીનું નેટવર્ક ઝડપાયું છે.

Written By Dilip Chaudhary
Published: Oct 19, 2026, 06:39 PM IST | Updated: Oct 19, 2026, 06:44 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદ : ગુજરાતમાં વિદેશી મૂળના સોનાની તસ્કરી કરતા સિન્ડિકેટનો DRI દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે ચાલતા સોનાની તસ્કરીના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે ₹19.41 કરોડના વિદેશી મૂળના સોનાના વ્યવહારોનો ખુલાસો થયો છે. આ કેસમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં મોટો પર્દાફાશ: એક જ IMEI નંબર પર ચાલતા હતા 60-70 નકલી મોબાઈલ! ગીતામંદિર બજારમાંથી 1,034 ડુપ્લીકેટ ફોન સાથે 6 ઝડપાયા

DRIની તપાસમાં આશરે 13.017 કિલો વિદેશી મૂળના સોના સાથે સંકળાયેલી ગતિવિધિઓ સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નેટવર્ક દુબઈ સ્થિત એક ફાયનાન્સરના સહયોગથી ચાલતું હોવાની વિગતો બહાર આવી છે. જોકે, સમગ્ર નેટવર્કની કામગીરી અને તેમાં સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.

ટ્રોલી બેગ અને ગોલ્ડ પેસ્ટમાં સોનું છુપાવાતું

તપાસ દરમિયાન સોનાની હેરાફેરી માટે અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે. તસ્કરીમાં સંડોવાયેલા લોકો ટ્રોલી બેગના લાઇનિંગમાં તેમજ ગોલ્ડ પેસ્ટના સ્વરૂપમાં સોનું છુપાવીને લાવતા હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, વડોદરામાં ગેરકાયદે રીતે સોનું ઓગાળવા માટેના યુનિટનો ઉપયોગ થતો હોવાની પણ માહિતી મળી છે.

DRIની ટીમે દરોડા દરમિયાન આશરે 890 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. સાથે જ, 6.41 કિલો ઓગાળેલા સોના સાથે સંબંધિત પુરાવા પણ મળી આવ્યા છે. અમદાવાદની એક જ્વેલરી શોપમાંથી વિદેશી સોનાના બિસ્કિટ અને આશરે 5.8 કિલો સોનાના વ્યવહારોને લગતા રેકોર્ડ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ જ્વેલરી શોપમાં રોકડના બદલામાં સોનું વેચવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે.

42 કલાક સુધી ચાલી કાર્યવાહી

ગત 16 ઓક્ટોબરથી શરૂ થયેલી આ કાર્યવાહી આશરે 42 કલાક સુધી ચાલી હતી. DRIની તપાસમાં મુસાફરો, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ, સોનું ઓગાળનારાઓ અને જ્વેલરી વેપાર સાથે સંકળાયેલી વિવિધ કડીઓ સામે આવી છે. હાલ DRI દ્વારા જપ્ત કરાયેલા સોના, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES