SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દાહોદમાં આસ્થાની આડમાં ઠગાઈનો ખેલ! ફ્રી યાત્રાની લાલચ આપી 86 શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડી

Dahod : આસ્થા અને ભક્તિની આડમાં અત્યારે ઠગ ટોળકીઓએ છેતરપિંડીનો નવો કીમિયો અપનાવ્યો છે. દાહોદમાં શ્રીમદ ભાગવત કથા અને ફ્રી હરિદ્વાર યાત્રાની લોભામણી જાહેરાત આપીને શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. કેવી લાલચ આપી અને મહેસાણાની ઠગ ટોળકીએ કેવી રીતે આચર્યું કૌભાંડ? તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Nov 14, 2026, 06:13 PM IST | Updated: Nov 14, 2026, 06:19 PM IST
Join

ધ્રુવગીરી ગોસ્વામી, દાહોદ: ધર્મ અને આસ્થાના નામે ભોળા લોકોને છેતરતી ટોળકીઓનો વધુ એક ચોંકાવનારો કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે. દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલા ચામુંડા કોમ્પ્લેક્ષમાં એક ઓફિસ ભાડે રાખીને ઠગોએ જાળ બિછાવી હતી. અખબારમાં "ચાલો હરિદ્વાર - ફ્રી સેવા" અને શ્રીમદ ભાગવત કથાના આયોજનની લોભામણી જાહેરાત આપવામાં આવી.

દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

આસ્થાની આડમાં 'અધર્મ'નો ખેલ

આ જાહેરાતમાં એવી સ્કીમ મૂકવામાં આવી હતી કે પ્રતિ વ્યક્તિ 4,200 રૂપિયા ફી ભરવાની રહેશે, અને સામે હરિદ્વારમાં દરરોજ કથા સાંભળનારને રોજના 700 લેખે પૂરેપૂરા 4200 પરત આપી દેવામાં આવશે. એટલે કે, યાત્રા અને કથા બંને તદ્દન ફ્રી. આ લોભામણી જાહેરાત વાંચીને નિવૃત્ત શિક્ષક રમણ ચંદાણા સહિત દાહોદના 86 જેટલા શ્રદ્ધાળુઓ આ ઠગોની જાળમાં ફસાઈ ગયા હતા.

86 શ્રદ્ધાળુઓ પાસેથી 3.61 લાખ ખંખેર્યા

આયોજકોએ ફોન-પે અને રોકડ મારફતે કુલ 86 શ્રદ્ધાળુઓ પાસેથી 3.61 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી લીધી હતી. નક્કી થયા મુજબ 11 નવેમ્બર 2026ના રોજ હરિદ્વાર જવા માટે બસો ઉપડવાની હતી. શ્રદ્ધાળુઓ પૂરી તૈયારી અને ઉત્સાહ સાથે જ્યારે ઓફિસ પર પહોંચ્યા, ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. ઓફિસને તાળા લટકતા હતા અને આયોજકોના તમામ મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હતા. પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા જ શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી મહેસાણાના કનેડિયા અને સતલાસણા પંથકના પાંચ ભેજાબાજ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, સાથે જ આવી લોભામણી અને ફ્રી યાત્રાની જાહેરાતોથી સાવચેત રહેવા નાગરિકોને ખાસ અપીલ કરી છે.

હાલ તો દાહોદ પોલીસે ગુનો નોંધીને મહેસાણાની આ ઠગ ટોળકીનું પગેરું દબાવવાનું શરૂ કર્યું છે. પરંતુ આ ઘટના દરેક નાગરિક માટે એક લાલબત્તી સમાન છે કે, કોઈપણ અજાણી સંસ્થા કે વ્યક્તિની લોભામણી સ્કીમમાં આવીને મહેનતની કમાણી ન ગુમાવવી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES