SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દ્વારકા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી!

Gujarat Rain : રાજ્યમાં જગતના તાત માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે, ઓછા વરસાદના કારણે પહેલેથી જ ઉત્પાદન ઘટ્યું હતું, ત્યારે હવે આ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 31, 2026, 06:23 PM IST | Updated: Oct 31, 2026, 06:29 PM IST
Join

Gujarat Rain : દ્વારકા જીલ્લાના ભાડથર, કેશોદ અને રાજપરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાણવડના ચોખંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં પડેલ પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.

મગફળી અને એરંડાના તૈયાર પાકને મોટું નુકસાન

રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી કપાસ, તુવેર, સોયાબીન, મગફળી અને એરંડાના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. એરંડાનો પાક ઢળી પડ્યો તો મગફળીના પાથરા અને પશુઓનો ચારો પણ પલળી ગયો છે.

અર્નબ વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

જસદણના ડોડિયાળા, મેઘપર, બિલડી, સિસક અને વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરોમાં લણણી કરીને રાખેલા મગફળીના પાથરા અને પશુઓ માટેનો ચારો પલળી ગયા છે. આ અણધાર્યા વરસાદને કારણે અંદાજિત 2 હજારથી વધુ વીઘા જેટલા વિસ્તારમાં તૈયાર મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

અમરેલી-ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ

અમરેલીના ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ચકરાવા, કંટાળા અને પચપચીયા સહિતના ગામોમાં ઓછા વરસાદથી પહેલેથી જ ઉત્પાદન ઘટ્યું હતું. ત્યાં તૈયાર મગફળીના ઢગલા પર પવન સાથે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું છે. મગફળીના પાથરા પલળી જતાં ગુણવત્તા અને ભાવ બગડવાની ભીતિ છે.

 

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પવન સાથે વરસેલા આ વરસાદને કારણે તૈયાર મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેનાથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે. કોડીનાર તાલુકાના જગતિયા, અરઠીયા, છુગાળા, ઘાટવડ, અરણેજ, સેઢાયા, સિંધાજ અને કંટાળા સહિતનાં ગામોમાં વરસેલા આ અનિચ્છનીય વરસાદે અન્નદાતાઓની મુશ્કેલીઓ અનેકગણી વધારી દીધી છે.

એક તરફ દુષ્કાળ જેવી સ્થિતિ અને બીજી તરફ વરસાદનો મારે ખેડૂતોની હાલત કફોડી કરી મુકી છે, ત્યારે ખેડૂતો તાત્કાલિક સર્વે, નુકસાનનું વળતર, દેવા અને ધિરાણ માફી સાથે રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES