SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

Rajkot News: વ્યાજના ખપ્પરમાં હોમાઈને રાજકોટમાં એક દંપત્તિએ મોતને વ્હાલું કર્યું. અત્યંત હ્રદયદ્રાવક આ કિસ્સામાં વ્યાજખોરોએ 8 લાખ વસૂલી સામે 21 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ છે. મૃતકના ભાઈએ આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા.

Written By Viral Raval
Published: Oct 26, 2026, 03:33 PM IST | Updated: Oct 26, 2026, 03:41 PM IST
Join

રાજકોટમાં ગોંડલ હાઈવે પર આવેલા કલ્પવનમાં રહેતા રમેશ ચાવડા (40) અને તેમના પત્ની ભારતી ચાવડાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મોત વ્હાલું કર્યું. અત્યંત ચોંકાવનારી આ ઘટનામાં 8 લાખ રૂપિયાની ચૂકવણી સામે દંપત્તિએ 21 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરોની ભૂખ ઓછી થઈ નહતી. જેને પગલે દંપત્તિએ અટીકાફાટક પાસે લસણના કારખાનામાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો.

8 લાખ રૂપિયાની ચૂકવણી સામે 21 લાખ ચૂકવ્યા છતાં જીવ ગયો

પ્રાથમિક માહિતી મુજબ રમેશ ચાવડાએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આઘાતજનક વાત એ છે કે દંપત્તિએ 8 લાખ રૂપિયા ચૂકવવાના હતા તેની સામે 21 લાખ ચૂકવ્યા હોવાનો આરોપ છે. છતાં વ્યાજખોરો સતત ધમકી આપતા હતા. આ અંગે મૃતકના ભાઈએ સમગ્ર માહિતી પણ આપી. તેમના જણાવ્યાં મુજબ વ્યાજખોરો 195 ટકા વ્યાજ લેતા હતા. આઠ લાખ રૂપિયા મોરબીના વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા હતા. મૃતકના કાકાના દીકરાએ આ અંગે કહ્યું કે મારી સાથે ગઈ કાલે જ વાત થઈ હતી. હાલ તો પરિવારમાં શોકનો માહોલ છે.

મૃતકના ભાઈએ ઠાલવી વ્યથા

મૃતકના પિતરાઈ ભાઈએ  કહ્યું કે 3 મહિનાથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો ધીમે ધીમે વ્યાજનો દર વધારતા ગયા. એટલું બધુ પ્રેશર આપ્યું કે કાલે તેણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. તેમનો એવો પણ દાવો છે કે છેલ્લા એક સપ્તાહથી રોજ 42000 રૂપિયા ચૂકવતા હત જે 8 લાખનું વ્યાજ હતું. તેમણે કહ્યું કે તેમના લસણના કારખાનામાં જઈને તેમણે આપઘાત કરી લીધો. મૃતકના ભાઈએ અપીલ કરી છે કે વ્યાજખોરોને પૂરેપૂરી સજા થવી જોઈએ. વ્યાજખોરો વિશે વાત કરતા તેમણે કહ્યું કે એક મોરબીનો છે અને એક રાજકોટનો છે. લસણના ધંધા માટે પૈસા વ્યાજે લીધા હતા. 

અત્રે નોંધનીય છે કે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે જીવ ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તાજેતરમાં જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને 31 વર્ષીય રોનિશ જૈન નામના યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના પરિવારે આઘાતમાં સરી પડીને વ્યાજખોરો સામે વહેલી તકે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ પણ કરી હતી. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES