SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર સપ્તાહ-2026ની ઉજવણી

ગુજરાત માહિતી આયોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5થી 12 ઓક્ટોબર દરમિયાન માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રથમ દિવસે મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયર સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Written By Dilip Chaudhary
Published: Oct 07, 2026, 08:12 PM IST | Updated: Oct 07, 2026, 08:16 PM IST
Join

ભારત સરકાર દ્વારા દર વર્ષે 5થી 12 ઓક્ટોબર દરમિયાન માહિતીનો અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષે પણ આયોજન કરાયું છે. ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે માહિતીના અધિકાર અધિનિયમ, 2005ના અસરકારક અમલ, વહીવટી પારદર્શિતા અને નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુસર 5થી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન વિવિધ વિષયગત કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયર અને માહિતી કમિશનર મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ અને ભરત ગણાત્રાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં સચિવાલયના વહીવટી વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વર્ષ 2025-26 માટે Gujarat State RTI Annual Return Systemમાં વહીવટી વિભાગ અને તેના તાબા હેઠળની તમામ કચેરીઓના જાહેર સત્તામંડળોની માહિતીનો ડેટા અપલોડ કરવાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ડેટાની ચોકસાઈ અને ગુણવત્તાને મહત્વ આપવા પર ભાર મુકાયો

આ સંદર્ભે માહિતી કમિશનરે Annual Return Form (ARF) સંબંધિત કામગીરી માત્ર લક્ષ્યાંક પૂર્ણ કરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ ડેટાની ચોકસાઈ અને ગુણવત્તાને પણ સમાન મહત્વ આપવામાં આવે તેના પર ભાર મુકેલ. વધુમાં આ બેઠકમાં E-Sarkar Portal ના RTI Moduleમાં જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું Mapping સમયસર અને ચોકસાઈપૂર્વક કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી RTI સંબંધિત અરજીઓ તથા અપીલોની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે.

બીજો દિવસે GMRC જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના PIOs અને APIOs માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયોગના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ હાજર રહેલ તેમજ સુરત ખાતેના PIOs અને APIOs વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા હતા.

મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ ઐયરે જાહેર વહીવટમાં પારદર્શિતા અને સુશાસન લાવવા માટે RTIનો કાયદો મહત્વ જણાવી અને સચોટ માહિતી આપવા અને સકારાત્મક અભિગમ રાખવા ભાર મૂક્યો હતો. આયોગના કાયદા અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી અધિકારીઓની દૈનિક કામગીરીની મૂંઝવણોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું.

ત્રીજા દિવસે લો કોલેજ વિદ્યાર્થીઓ જોડાયા

ગાંધીનગરની જુદી-જુદી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સચિવ પરેશ દવેએ માહિતી અધિકાર અધિનિયમ-2005ના કાયદાની પૃષ્ઠભૂમિ અંગે જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓને આયોગના કાયદા અધિકારી જાગૃતિ પટેલ દ્વારા આયોગનો વિડિયો પોડકાસ્ટ દર્શાવવામાં આવ્યો હતો તેમજ સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ અને આયોગના મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે આયોગની વેબસાઇટ અંગે વિગતવાર માહિતી આપી રસપ્રદ પ્રશ્નોતરી સેશન યોજવામાં આવ્યું હતું.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES