SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કેશોદ-બાલાગામ રોડ પર મોટી કરુણાંતિકા: બર્થ-ડેની ઉજવણી કરવા જતા 3 મિત્રો ભડથું, ઈન્ફ્લુએન્સર ક્રિષ્નાનો આબાદ બચાવ

Keshod Balagam Road Car Fire Accident: કેશોદ-બાલાગામ રોડ પર આજે વહેલી સવારે ઘમીદાણા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ઓવરસ્પીડમાં પલટી ખાઈ ગઈ હતી અને સળગી ઉઠી હતી. કારમાં 4 મિત્રો સવાર હતા, જેમાં યુવતી સહિત 3 યુવકોના ઘટનાસ્થળે જ સળગી જવાથી મોત થયા હતા, જ્યારે ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના ચુડાસમાનો આબાદ બચાવ થયો છે. યુવતીને તાત્કાલિક કેશોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે 3 મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે.

Written By Kinjal Patel
Published: Nov 22, 2026, 10:52 IST | Updated: Nov 22, 2026, 11:06 IST
Join

Keshod Balagam Road Car Fire Accident: આજનો દિવસો ગુજરાતમાં ગોઝારો સાબિત થઈ રહ્યો છે. કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ખાવડા નજીક મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ આજે વહેલી સવારે કેશોદ-બાલાગામ રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક એક અત્યંત હચમચાવી નાખે તેવી દુર્ઘટના સર્જાઈ છે. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને રોડ કિનારે આવેલા પથ્થર સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી.

ભુજ-ખાવડા નેશનલ હાઈવે રક્તરંજિત: કારના બે કટકા, 7 લોકોનાં ઘટનાસ્થળે મોત, ચારેબાજુ મૃતદેહો વેરવિખેર

ભોગ બનેલા મિત્રો પૈકી નંદની પોપટનો આજે જન્મદિવસ, ઉજવણી માતમમાં ફેરવાઈ

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કેશોદ-બાલાગામ રોડ પર થયેલા અકસ્માતનો ભોગ બનેલા મિત્રો પૈકી નંદની પોપટનો આજે જન્મદિવસ હતો. પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કર્યા બાદ ચારેય મિત્રો માધવપુર તરફ રવાના થયા હતા. વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર વળાંક પર કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં 3 મિત્રોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

રાણ રાખે તેણે કોણ ચાખે, આ કહેવત સાર્થક થઈ, કાચ તૂટતાં યુવતી બહાર ફંગોળાઈ અને બચી ગયો જીવ

આ દુર્ઘટનામાં 25 થી 27 વર્ષની વયના ત્રણ યુવાનો નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂ કારમાં લાગેલી ભયાનક આગની ઝપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા હતા. જોકે, કારની આગળની સીટ પર બેઠેલી યુવતી ક્રિષ્ના ચુડાસમા અકસ્માત લખતે કાચ તૂટી જતાં બહાર ફંગોળાઈને નજીકના ખેતરમાં પડી હતી, જેના કારણે તેનો ચમત્કારિક બચાવ થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બચી ગયેલી ક્રિષ્ના જૂનાગઢની રહેવાસી છે અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. આ યુવતી મોડેલ તરીકે જાણીતી છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 1.23 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત

ઈજાગ્રસ્ત યુવતી હોસ્પિટલમાં દાખલ કરાઈ, પોલીસ તપાસ શરૂ

આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ કેશોદ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત ક્રિષ્નાને 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આંખો સામે સર્જાયેલા ભયાનક દ્રશ્યો અને મિત્રોને ગુમાવવાના ગંભીર આઘાતને પગલે તે માનસિક રીતે અસ્થિર બની જતાં તબીબો દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES