અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં મોટો ખુલાસો, આરોપીઓનું સુરત કનેક્શન નીકળ્યું
રવિવારે સાંજે મુંબઈના જુહૂ વિસ્તારમાં બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ જ્યારે ગાડીમાં બેસીને નીકળ્યો ત્યારે તેની કાર પર આડેધડ ફાયરિંગ થયું અને તેમાં બે લોકો ઘાયલ પણ થયા. ટાઈગર શ્રોફની કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું કહેવાય છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ભાગી ગયા હતા જો કે ગણતરીના કલાકોમાં તેઓ કોટા રેલવે સ્ટેશનથી પકડાઈ ગયા. હવે આ આરોપીઓનું સુરત કનેક્શન પણ સામે આવ્યું છે.
Published: Oct 19, 2026, 05:50 PM IST
| Updated: Oct 19, 2026, 06:17 PM IST
બોલીવુડના ગુજ્જુ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ જ્યારે તે કારમાં બેસીને નીકળ્યો તો તાબડતોડ ફાયરિંગ થયું આ હુમલો કનારાઓને મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે સવારે સાડા દસ વાગ્યાનીઆસપાસ રેલવે સ્ટેશનથી દબોચ્યા હતા. પોલીસના જણાવ્યાં મુજબ આ હુમલાની જવાબદારી લોરન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે લીધી હતી અને તેણે હુમલા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પકડાયેલા 3 શંકાસ્પદ આરોપીઓમાંથી એક સગીર છે. આ આરોપીઓનું સુરત કનેક્શન સામે આવ્યું છે.
જિગાના પિસ્તોલ, સગીર, મારો અને ભાગી જાઓ...ટાયગર શ્રોફ કેસમાં થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા
પકડાયેલા 3 આરોપીઓની માહિતી
- ઋતિક કુમાર ઉર્ફે રોશન (રામુ મહતોનો પુત્ર, ઉંમર 22) બિહારના બેગુસરાય જિલ્લાના પિપરાઈ ગ્રામનો રહીશ. હાલ જો કે અંધેરી વેસ્ટમાં રહે અને રેપિડો ચલાવતો હતો.
- રેહાન (રિશુદ્દીન અંસારીનો પુત્ર ઉંમર 18 વર્ષ) હરિયાણાના સોનીપતના પીએસ સદર ઈદગાહ કોલોનીનો રહીશ.
- ત્રીજો આરોપી સગીર છે જે હરિયાણાના સોનીપતનો છે.
- આ ઘટનામાં ટાઈગર શ્રોફનો ડ્રાઈવર અને એક રિક્ષા ચાલક પણ ઘાયલ થયા છે.
આરોપીઓનું સુરત કનેક્શન નીકળ્યું
- આ આરોપીઓ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. પરંતુ ત્રણેય રાજસ્થાનના કોટા સ્ટેશનથી દબોચી લેવાયા છે.
- મળતી માહિતી મુજબ આરોપીઓ પુનાથી જયપુર જતી ટ્રેનમાં સવાર હતા.
- મુંબઈમાં ફાયરિંગ કરીને તેઓ સૌથી પહેલા સુરત આવ્યા હતા.
- ફાયરિંગ બાદ બાય રોડ મુંબઈથી સુરત પહોંચ્યા હતા.
- સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી પણ સામે આવ્યા છે.
- આ સીસીટીવીમાં આરોપીઓ ભાગીને ટ્રેન પકડતા જોવા મળે છે.
- રાતે 1.31 કલાકે આરોપીઓ સુરતમાં હતા.
- કોટા પોલીસે જણાવ્યાં મુજબ ત્રણેય આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. જેમાંથી રેહાન મુખ્ય આરોપી હતો અને ત્યારબાદ તેણે અન્ય બે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આ લોકો અનિલ પંડિતના સંપર્કમાં હતા જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે અને અમેરિકામાં રહે છે.
10 દિવસથી રેકી કરતા હતા?
- મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી લગભગ 10 દિવસથી ટાઈગર શ્રોફ પર નજર રાખતા હતા. તેમણે ઘર અને જીમની પણ રેકી કરી હતી.
- ફાયરિંગ પહેલા આરોપીઓએ 45 મિનિટ સુધી આ વિસ્તારની પણ રેકી કરીને બધી વિગતો મેળવી હતી.
- સોશિયલ મીડિયા પર આવતા કન્ટેન્ટ દ્વારા ટાઈગર શ્રોફના લોકેશન અને દિનચર્યા અંગે માહિતી મેળવતા હતા.
- રવિવારે આરોપીઓ ફાયરિંગ કરીને મુંબઈમાં એસવી રોડથી વિલે પાર્લે અને અંધેરી બાજુ ભાગ્યા હતા.
- અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન પાસે બાઈક રેઢી મૂકી અને ટ્રેનમાં જતા રહ્યા.