SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સેવા સંકલ્પ બાઈકયાત્રામાં 'દારૂ પાર્ટી'? પોરબંદર યુવા મોરચાના મહામંત્રીના વાયરલ વીડિયોથી ખળભળાટ

ભાજપ દ્વારા વડનગરથી વારાણસી શરૂ કરવામાં આવેલી સેવા સંકલ્પ યાત્રા દરમિયાન વિવાદ સામે આવ્યો છે. આ યાત્રા દરમિયાન પોરબંદર યુવા મોરચાના મહામંત્રી દારૂની પાર્ટી કરતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Written By Gokani Dhaval
Published: Sep 30, 2026, 05:59 PM IST | Updated: Sep 30, 2026, 06:06 PM IST
Join

17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી. વડનગરથી આ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા 7 ઓક્ટોબરે વારાસણી પહોંચવાની છે. પરંતુ આ યાત્રા દરમિયાન એક વીડિયો વાયરલ થતાં નવો વિવાદ છેડાયો છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દારૂ પાર્ટીની મહેફિલ જામી છે.  વીડિયોમાં પોરબંદર યુવા મોરચાના મહામંત્રી સહિતના ભાજપ કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. જે વડનગરથી વારાણસી જતી સેવા સંકલ્પ બાઈક યાત્રામાં જોડાયા છે. યાત્રા દરમિયાન રાત્રિ રોકાણમાં ખાનગી હોટલમાં દારૂની મહેફિલ માણી હોવાનો આરોપ છે.

 ત્યારે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ભાજપના જ નેતાઓ દારૂપાર્ટી કરતા હોવાનો વીડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો...તો બીજી તરફ પ્રદેશ ભાજપ સુધી સમગ્ર મામલો પહોંચ્યો હોવાની ચર્ચા છે... અહીંયા ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોની આપની ચેનલ Z 24 કલાક પુષ્ટિ કરતું નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES