• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ, ત્રણ બાળકો સહિત 8 લોકો દાઝ્યા

ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ, ત્રણ બાળકો સહિત 8 લોકો દાઝ્યા

Bhavnagar Spray Bottle Blast : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ભાવનગર મિલની ચાલી ખાતે ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Written ByDilip Chaudhary
Published: Nov 23, 2026, 17:57 IST|Updated: Nov 23, 2026, 18:04 IST
joinshare
ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ, ત્રણ બાળકો સહિત 8 લોકો દાઝ્યા

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
રાતોરાત ડબલ નફો કમાવવાની લાલચ પડી શકે છે મોંઘી! સુરતમાં શેરબજારના નામે સાયબર સ્કેમ

રાતોરાત ડબલ નફો કમાવવાની લાલચ પડી શકે છે મોંઘી! સુરતમાં શેરબજારના નામે સાયબર સ્કેમ

2

ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ, ત્રણ બાળકો સહિત 8 લોકો દાઝ્યા

3

બુલેટ ટ્રેન પર મોટું અપડેટ, મે 2027માં દોડશે દેશની પહેલી સૌથી ઝડપી રેલ, તમે ક્યારથી કરી શકશો મુસાફરી? જાણો બધુ

4

બદલવામાં આવશે પશ્ચિમ બંગાળનું નામ, મુખ્યમંત્રીએ કહ્યું ક્યારે આવશે પ્રસ્તાવ, જાણો નવું નામ શું હશે

5

Diljit Dosanjh Ahmedabad Concert: જ્યાં સુધી હું ગાઉં છું, ત્યાં સુધી તમારી ટિકિટ મફત... આ વર્ષે 7 કોન્સર્ટમાં એટેન્ડ કરનારી મહિલાને દિલજીત દોસાંઝની મોટી ગિફ્ટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhavnagar Spray Bottle Blast : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ભાવનગર મિલની ચાલી ખાતે સ્પ્રેની બોટલમાં અચાનક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્પ્રેની બોટલ તોડતી વખતે અચાનક બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, ભાવનગર મિલની ચાલી નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક લોકો ભંગારમાં આવેલી બોટલો તોડવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્પ્રેની એક બોટલ તોડતી વખતે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ આગ લાગી ગઈ હતી અને આસપાસ હાજર લોકોને આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા હતા.

ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝ્યા

આ ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝી ગયા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.

બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી

પ્રાથમિક માહિતી અનુસાર, ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડતી વખતે તેમાં રહેલા દબાણ અથવા જ્વલનશીલ પદાર્થને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News