ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત
Bharuch Blast News: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી SynZeal Pharmachem કંપનીમાં બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતકોનો આંક પાંચ થયો છે, જ્યારે બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Bharuch Blast News: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત સાયખા GIDCમાં આવેલી Synzeal Pharmachem Pvt Ltd કંપનીમાં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ધડાકાનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે કંપનીના મશીનરીના પાર્ટ્સ પણ વેરવિખેર થઈ ગયા હતા.
આ ગમખ્વાર દુર્ઘટનામાં 5 કામદારોના મોત, અન્ય ઘાયલ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે 4 કામદારોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચની બ્લાસ્ટમાં મૃતકોના નામ
- ભાવિક વસાવા
- અર્જુન કુમાર
- અનિકેત કુમાર
- જયદીપ પટેલ
- વૃંદ તલાવિયા
ઇજાગ્રસ્ત કામદારો
- પ્રિયાંશુ કુમાર
- પવન કુમાર
- પ્રતીક પ્રજાપતિ
- મોસમ કુમાર
- શિવ દયાલ
બ્લાસ્ટના પરિણામે પ્લાન્ટમાં ભારે નુકસાન થયું
ધડાકાની ઘટના બનતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બ્લાસ્ટના પરિણામે પ્લાન્ટમાં ભારે નુકસાન થયું છે અને મશીનરીના ભાગો દૂર સુધી ફેંકાયેલા જોવા મળ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DISHની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કઈ સલામતીની ક્ષતિ રહી ગઈ હતી અથવા બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.