SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીની હરાજીને લઈને વિવાદ વકર્યો, કોંગ્રેસ આગેવાન અને કસ્ટોડિયન કમિટી સામસામે

Bharuch : ભરૂચના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી ગણેશ સુગર ફેક્ટરીની હરાજીને લઈને વિવાદ વકર્યો છે. NCDC દ્વારા ફેક્ટરીની મિલકતોની ₹186.48 કરોડની અનામત કિંમતે આગામી 18 નવેમ્બરે હરાજી યોજવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નોટિસ બાદ પૂર્વ ચેરમેન અને કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને હરાજી અટકાવી સંસ્થાને બચાવવાની માંગ કરી છે. બીજી તરફ, વર્તમાન કસ્ટોડિયન કમિટીએ આક્ષેપોનો જવાબ આપતાં પૂર્વ સંચાલકોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Oct 19, 2026, 05:59 PM IST | Updated: Oct 19, 2026, 06:02 PM IST
Join

વાસુ પરમાર, ભરૂચ : ભરૂચના વાલિયાના વટારિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીની હરાજીની નોટિસથી સહકારી ક્ષેત્રમાં ચર્ચા તેજ બની છે. NCDC દ્વારા ફેક્ટરીની મિલકતોની ₹186.48 કરોડની અનામત કિંમતે 18 નવેમ્બરે હરાજી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ હરાજીમાં જમીન, પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થતો હોવાની માહિતી છે.

કોંગ્રેસ આગેવાનના ભાજપ અને કસ્ટોડિયન કમિટી પર આક્ષેપ

પૂર્વ ચેરમેન અને કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ આ પરિસ્થિતિ માટે સરકાર અને કસ્ટોડિયન કમિટીના વહીવટને જવાબદાર ઠેરવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, વર્ષ 2020માં સંસ્થાની ચૂંટણી ન યોજાતા અને કસ્ટોડિયન કમિટીની રચના થયા બાદ સંસ્થાને નુકસાન થયું છે. તેમણે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને હરાજી અટકાવવા અને ખેડૂતો તથા સભાસદોના હિતમાં સંસ્થાને બચાવવા માટે પગલાં ભરવાની માંગ કરી છે.

કસ્ટોડિયન કમિટીનો દાવો - આશરે ₹46 કરોડની ભરપાઈ બાકી

તો બીજી તરફ કસ્ટોડિયન કમિટીએ સંદીપ માંગરોલાના આક્ષેપો સામે ખુલાસો કર્યો છે. કમિટીના જણાવ્યા અનુસાર, ગણેશ સુગર પાસે બાકી રહેલી રકમની ભરપાઈનો મુદ્દો છે અને આશરે રૂપિયા 46 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. અગાઉ રૂપિયા 10 કરોડથી વધુની રિકવરી બાકી cહોવાનો પણ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

કમિટીએ એવો પણ દાવો કર્યો છે કે સંદીપ માંગરોલાએ અગાઉ જાહેરમાં પોતાની જમીન પર બોજો લઈને સુગરનું દેવું ભરવાની વાત કરી હતી. કમિટીના મતે, રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાને બદલે ગણેશ સુગરને બચાવવા માટે સહિયારા પ્રયાસો થવા જોઈએ.

સભાસદો કહે તો આજે પણ ઝેર પીવા તૈયાર - સંદીપ માંગરોલા

કસ્ટોડિયન કમિટીના નિવેદન બાદ સંદીપ માંગરોલાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે ભાજપ સરકાર અને કમિટી સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે વટારિયાની ગણેશ સુગરને બચાવવા માટે તેઓ આજે પણ તૈયાર છે. તેમણે ભાવુક નિવેદન આપતાં કહ્યું હતું કે સભાસદો કહે તો હું આજે પણ ઝેર પીવા તૈયાર છું.

ગણેશ સુગર ફેક્ટરીની હરાજી અટકશે કે નહીં, બાકી ધિરાણ અંગે શું નિર્ણય લેવાશે અને સંસ્થાનું ભવિષ્ય શું હશે તે હવે મહત્ત્વના સવાલો છે. એક તરફ હરાજી અટકાવી ખેડૂતોના હિતનું રક્ષણ કરવાની માંગ છે. તો બીજી તરફ કસ્ટોડિયન કમિટી બાકી રકમ અને અગાઉની રિકવરીના મુદ્દા રજૂ કરી રહી છે.

હાલ ગણેશ સુગર ફેક્ટરીની હરાજીને લઈને રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે સહકારી સંસ્થાના ભવિષ્ય પર સૌની નજર છે. ખેડૂતો અને સભાસદોના હિતમાં હરાજી અંગે યોગ્ય ઉકેલ આવે છે કે નહીં તે જોવું રહ્યું.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES