SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અરવલ્લીમાં વહેલી સવારે ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ: પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ, પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર જપ્ત!

Aravalli Malpur Police Encounter: અરવલ્લીમાં આજે વહેલી સવારે વિસ્તારમાં ગોળીબારનો અવાજ ગૂંજતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. માલપુરના મોરડુંગરી નજીક પોશડોડાની હેરાફેરી સામે અરવલ્લી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોશડોડા ભરેલી કારને રોકવા જતા આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. અરવલ્લી LCB પીઆઈની જવાબી કાર્યવાહીમાં સામે ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી મળી છે. ફરી એકવાર સમગ્ર મામલે ફરી બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 10:19 AM IST | Updated: Oct 02, 2026, 10:28 AM IST
Join

Aravalli Malpur Police Encounter: અરવલ્લી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. 2 ઓક્ટોબરની વહેલી પરોઢે માલપુરના મોરડુંગરી નજીક અરવલ્લી એલસીબી અને ગેરકાયદે પોશડોડાની હેરાફેરી કરતી બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ગોળીબાર થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક અઠવાડિયામાં ગુજરાત પોલીસે બીજું એક મોટું ઓપરેશન પાર પાડીને પોલીસે નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી દીધો છે.

પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર રોકતાં આરોપીઓએ કર્યું સામે ફાયરિંગ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી LCB ટીમને એક બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોશડોડાનો જથ્થો ભરીને એક ફોર્ચ્યુનર કાર અરવલ્લીમાંથી પસાર થવાની છે. જેના કારણે પોલીસે માલપુરના મોરડુંગરી નજીક વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર ત્યાંથી પસાર થઈ, પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ડ્રાઈવરે કારને રોકવાને બદલે પોલીસ ટીમ પર સીધું જ 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

LCB પીઆઈની જવાબી કાર્યવાહી, આરોપીને પગમાં ગોળી મારી
આ ઘટનામાં પોલીસ કઈ સમજે તે પહેલા આરોપીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા હુમલા સામે ડર્યા વગર LCBની ટીમે વળતી જવાબી કાર્યવાહી કરી હતી. LCB PI એમ.એચ. ઝાલાએ જવાબી કાર્યવાહીમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્વબચાવ દરમિયાન એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યો હતો. પોલીસે તુરંત જ ઈજાગ્રસ્ત આરોપીને દબોચી લીધો હતો, જ્યારે તેનો અન્ય એક સાથીદાર ફરાર થવામાં સફળ રહ્યો હતો.

બે માઉઝર પિસ્તોલ જપ્ત કરાઈ, ઘટનામાં બિશ્નોઈ ગેંગનું કનેક્શન નીકળ્યું
આ ઘટના બાદ પોલીસે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા તેની પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. ત્યારબાદ ફોર્ચ્યુનર કારની તપાસ હાથ ધરતાં કારમાંથી પણ વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ બે પિસ્તોલ અને પોશડોડાનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ગેરકાયદે નેટવર્ક પાછળ ફરી એકવાર કુખ્યાત બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે.

આ ઓપરેશનમાં LCB PI સહિત 3 પોલીસ ઈજાગ્રસ્ત
આ દિલધડક ઓપરેશન અને ફાયરિંગ દરમિયાન આરોપીઓને કાબૂમાં લેતી વખતે અરવલ્લી LCB ના ત્રણ અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એમ.એચ. ઝાલા (LCB PI), પી.પી. સોલંકી (PSI) અને કલ્પેશસિંહ (ASI)નો સમાવેશ થાય છે. આ ત્રણેય બહાદુર પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES