SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમૂલ દૂધ બાદ હવે મસ્તી દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકાયો; ગૃહિણીઓના બજેટ પર પડશે સીધી અસર

Amul News: આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ, અમૂલ મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો અને લસ્સીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ બાદ દહીં અને લસ્સી જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય ગ્રાહકોના બજેટ પર વધુ એક બોજ પડ્યો છે.

Written By Kinjal Patel
Published: Nov 14, 2026, 02:45 PM IST | Updated: Nov 14, 2026, 03:20 PM IST
Join

Amul News: મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીં અને લસ્સી જેવી દૂધની અન્ય બનાવટોના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. 14 નવેમ્બરની સવારથી જ અમૂલે કોઈ પણ મોટી જાહેરાત વિના ગુપચુપ રીતે આ નવા ભાવ અમલમાં મૂકી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંકાયો

અમૂલના સૌથી વધુ વેચાતા ઉત્પાદનોમાંના એક 'અમૂલ મસ્તી દહીં'ના ભાવમાં પ્રતિ કિલો દીઠ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 

અમૂલ દ્વારા અલગ-અલગ પેકિંગ મુજબ નવા ભાવ નીચે મુજબ છે.

'અમૂલ પ્રો-બાયોટિક રોઝ લસ્સી'ના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો

દહીંની સાથે-સાથે અમૂલે લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. 'અમૂલ પ્રો-બાયોટિક રોઝ લસ્સી'ના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 રૂપિયામાં મળતી આ લસ્સી માટે હવે ગ્રાહકોએ 17 રૂપિયા ચૂકવવા પડશે.

ચૂપચાપ રીતે આ ભાવ વધારો લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં કચવાટ

દૂધ બાદ હવે રોજિંદા વપરાશમાં લેવાતા દહીં અને લસ્સી જેવા ઉત્પાદનો મોંઘા થતાં મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને 14 નવેમ્બરની સવારથી જ ચૂપચાપ રીતે આ ભાવ વધારો લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES