અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર
Amul Dairy: 'અમૂલ' ડેરીએ ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. અગાઉ દૂધ અને દહીંના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલે ગરીબોની છાસના ભાવ વધારવાના બદલે તેની માત્રા (ક્વોન્ટિટી) ઘટાડીને ગ્રાહકો પર આડકતરો બોજ નાખ્યો છે.
Amul Dairy: સામાન્ય રીતે મોંઘવારી વધતા વસ્તુઓના ભાવમાં સીધો વધારો કરવામાં આવે છે, પરંતુ અમૂલ દ્વારા ગ્રાહકોને સીધો ઝટકો ન લાગે તે માટે એક નવી રણનીતિ અપનાવી છે. અમૂલે છાસના પેકેટના ભાવ તો યથાવત રાખ્યા છે, પરંતુ પેકિંગની અંદર આવતી છાસની માત્રામાં ગુપચુપ ઘટાડો કરી દીધો છે. આનાથી ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં છાસ મળતી બંધ થઈ ગઈ છે અને તેઓની જાણ બહાર સીધી તેમના ખિસ્સા પર કાતર ફરાવવામાં આવી છે.
Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતાં 3 જહાજ સળગ્યા, જહાજ લેન્ડમાઇન્સ સાથે ટકરાયાનો ઈરાની સેનાનો દાવો
અમૂલ છાશના કયા પેકેટમાં કેટલો ઘટાડો થયો?
અમૂલ દ્વારા અલગ-અલગ પ્રકારના છાસના પેકિંગમાં નીચે મુજબનો ઘટાડો કરવામાં આવ્યો છે..
- રૂ. 20 વાળું છાસનું પાઉચ પૂરા 30 MLનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- હવે ગ્રાહકોને 650 ML ના બદલે માત્ર 620 ML છાસ જ મળશે.
- રૂ. 5 વાળી જીરા છાસની નાની થેલીમાં 10 ML નો ઘટાડો કરાયો છે, જેથી હવે 150 ML ના બદલે માત્ર 140 ML જીરા છાસ જ ઉપલબ્ધ થશે.
- રૂ. 10 વાળું છાસનું પેકેટમાં 20 ML નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 300 ML ના બદલે હવે ગ્રાહકોને માત્ર 280 ML જ છાસ મળશે.
નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશીનો મોહાલ; કુદરતના પ્રકોપ વચ્ચે સારા ભાવ મળતા રાહત, જાણો શું છે સિઝનની સ્થિતિ
અમૂલની આ ગૂપચુપ ભાવવધારાથી ગ્રાહકોમાં નારાજગી જોવા મળી
અમૂલની આ ગૂપચુપ રીતે ભાવવધારાના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગ્રાહક પેકેટ પર લખેલો ભાવ જોઈને ખરીદી કરે છે, પરંતુ અંદર રહેલી માત્રા ઘટી જવાથી તેઓ ઠગાઉ અનુભવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે છાસ એ દૈનિક આહારનો મુખ્ય ભાગ છે, ત્યારે આ પ્રકારે માત્રા ઘટાડીને આપવામાં આવેલો મોંઘવારીનો ડામ સામાન્ય જનતાના બજેટને અસર કરી રહ્યો છે.