વરસાદ બગાડશે નવરાત્રિ! અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની વધારી ચિંતા
Ambalal Patel Prediction : રાજ્યભરમાં હાલ ગરબાની રમઝટ જામી છે, ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ગરબા રસિકોની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Prediction : એક તરફ નવલા નોરતાની રમઝટ જામી છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેના કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે ગુજરાતમાં ક્યારે અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
આગામી 48 કલાકમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રાના ભાગોમાં અને પૂર્વ ગુજરાતમાં તેમજ રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાશે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા કે કમોસમી વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડશે.અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજસ્થાનને બોર્ડર પર આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારમાં છાંટા પડશે.
આવી ગઈ ભયાનક આગાહી! મેઘો છેલ્લા નોરતાંની મજા બગડશે, 19 ઓક્ટોબરથી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે 17થી 20 ઓક્ટોબરે સિસ્ટમ સક્રિય બનશે. સિસ્ટમ બનતા ઉત્તરીય પર્વત ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવશે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર બંગાળના ઉપસાગર ચક્રવાત બનવાની શક્યતા.
આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ
અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, પરંતુ આ સિસ્ટમ ઓમાન તરફ જશે. અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનવાની શક્યતા છે.
દેશના ઉતરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ બનવાની શક્યતા છે.
આ સિસ્ટમથી ગુજરાતના કેટલાક વિસ્તાર કમોસમી વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે, તો કેટલાક ભાગોમાં બે ઇંચ આસપાસ વરસાદ થશે. આ સિસ્ટમ ગુજરાત માટે ઘણી પ્રભાવિત રહેવાની શક્યતા રહેશે.