SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો

Ambalal Patel Weather Forecast: હાલ દિવાળીનો તહેવાર ચાલે છે અને જલદી નવું વર્ષ થશે. ત્યારે નવા વર્ષમાં હવામાન અંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની એક મોટી આગાહી આવી છે. નવા વર્ષની શરૂઆતમાં આછા વાદળો આવવાની શક્યતા છે.

Written By Viral Raval
Published: Nov 07, 2026, 02:39 PM IST | Updated: Nov 07, 2026, 02:50 PM IST
Image Credit: AI Generated Image
Join

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતના હવામાન અંગેની લેટેસ્ટ આગાહી આવી છે. આ આગાહી મુજબ 12 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત તેમણે બંગાળના ઉપસાગરમાં હલચલ, તોફાની બને તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. એક પશ્ચિમી વિક્ષેપ, મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળ ઉપસાગરની અસરોને કારણે ગુજરાતનું હવામાન પલટાય તેવી આગાહી છે.

બંગાળના ઉપસાગરમાં હલચલ

અંબાલાલે કહ્યું છે કે 16 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. આ દરમિયાન લો પ્રેશર સર્જાય તેવી શક્યતા રહેલી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. 20 થી 22 નવેમ્બરમાં ફરી એક પશ્ચિમી વિક્ષેપ રહેશે. જેના કારણે ઠંડા પવન ફૂંકાય.

હવામાનમાં આવશે પલટો, ગુજરાત પર અસર!

આગાહી મુજબ 22 થી 24 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. 16 થી 24 નવેમ્બરમાં પૂર્વીય તટ પર વરસાદની શકયતાઓ છે જેના કારણે ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે.

એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા

25 થી 28 નવેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવે તેવી શક્યતા છે. ભારે બરફ વર્ષા અને કમોસમી વરસાદની શકયતાઓ છે જે મેદાની ભાગો સુધી થઈ શકે છે.  જેના કારણે ગુજરાતમાં કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે.

ગુજરાતમાં માવઠાની શક્યતા

બીજી એક આગાહી એ કરી છે કે 30 નવેમ્બર સુધીમાં બંગાળનો ઉપસાગર તોફાની બને તેવી શક્યતા છે. એક પશ્ચિમી વિક્ષેપ, મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળ ઉપસાગરની અસરો સહિત અરબી સમુદ્રમાં ભેજના કારણે તથા સાઇકોલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેલી છે.  

અત્રે જણાવવાનું કે  હમણા જ બંગાળની ખાડીમાં ઉપરાઉપરી બે શક્તિશાળી તોફાન અર્નબ અને ત્યારબાદ મુરાસુ બન્યા હતા જેણે આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો હતો. બંગાળની ખાડીમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. ઉપરથી અલનીનોની અસર હોવાનું પણ કહેવાય છે. 

આજે પણ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરેલી છે. જેમાં તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, ને માહેમાં વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. કેરળમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કર્ણાટકના કાંઠા વિસ્તારો, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES