SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત 6 શહેરોના 29 ઠેકાણાઓ પર EDના દરોડા, 1 લાખથી વધુ નાના રોકાણકારો ફસાયા

Directorate of Enforcement: આજે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 6 શહેરોના 28 જગ્યાઓ પર ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શેરબજારમાં હેરફેર મામલે આ રેડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં 1 લાખથી વધુ નાના રોકાણકારો ફસાયા હોવાની વાત સામે આવી છે.

Written By Kinjal Patel
Published: Oct 16, 2026, 03:17 PM IST | Updated: Oct 16, 2026, 03:40 PM IST
Join

Directorate of Enforcement: ED દ્વારા શેરબજારમાં ગેરરીતિ અને હેરાફેરી કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમો દ્વારા મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ 6 શહેરોના 29 જેટલાં ઠેકાણાઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. PMLA 2002 હેઠળ EDની મુંબઈ ઝોનલ ઓફિસ-I દ્વારા દેશના 6 મોટા શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ: 'કાફિર' અને 'બ્રાહ્મણ' શબ્દથી રાજનીતિમાં ઉકળતો ચરું!

6 શહેરોના 29 ઠેકાણાઓ પર EDના દરોડા
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે મુંબઈ સ્થિત EDની ટીમો દ્વારા મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ 6 શહેરોના 29 જેટલાં ઠેકાણાઓ પર એકસાથે રેડ કરવામાં આવી છે.  EDની ટીમો દ્વારા આજે કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના નિવાસસ્થાનો, ઓછા ભાવે શેર મેળવનાર લોકો, સ્ટોક બ્રોકિંગ અને ફાઇનાન્સ ફર્મો તેમજ સોશિયલ મીડિયા ગ્રૂપ ચલાવનારા શંકાસ્પદ લોકોના સ્થળોની સઘન તપાસ કરવામાં આવી છે.

અચાનક ગ્રૂપ ડીલીટ થતા રોકાણકારોને ભારે નુકસાન
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 ફેબ્રુઆરી 2026 ના રોજ તમામ વોટ્સએપ ગ્રૂપ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા. ગ્રૂપ બંધ થતાં જ બંને કંપનીના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ અને થોડા જ દિવસોમાં તેમની કિંમત આશરે 70% જેટલી ઘટી ગઈ. આ અચાનક આવેલી ગાવટને કારણે એક લાખથી વધુ નાના રોકાણકારો પાસે એવા શેર રહી ગયા જે વેચી શકાતા ન હતા, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું.

વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

WhatsApp ગ્રૂપ દ્વારા ફસાવવામાં આવ્યા ભોળા રોકાણકારોને...
ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને નાના રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા. 'Multibagger Stocks' ગ્રૂપ હરિયાણા અને મુંબઈના અન્ય લોકોના નામે લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ કરીને અને ગુજરાતના ભાવનગરથી સંચાલિત થતા "Multibagger Stocks" જેવા વોટ્સએપ ગ્રૂપ મારફતે રોજરોજ 'Buy Tips' (શેર ખરીદવાની સલાહ) મોકલવામાં આવતી હતી. આ આકર્ષક ટિપ્સથી લલચાઈને બંને શેરોમાં ખરીદદારોની સંખ્યા માત્ર 3,400 થી વધીને 1 લાખથી પણ વધુ થઈ ગઈ હતી.

ED દ્વારા મહત્વના પુરાવા જપ્ત 
સર્ચ ઓપરેશન દરમિયાન EDને તપાસમાં મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. જેમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો (Devices), શેર લેવડ-દેવડના રેકોર્ડ્સ, પ્રોપર્ટીના દસ્તાવેજો. ED દ્વારા આ તમામ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે અને આ કેસમાં આગળની તપાસ હાલ પૂરઝડપે ચાલી રહી છે.

કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી

કઈ કંપનીઓ પર છે આરોપ? અને શું છે કૌભાંડનું કાવતરું?
આ તપાસ R M Drip and Sprinklers Systems Ltd અને M/s R&B Denims Ltd નામની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કરવામાં આવેલી હેરાફેરી સાથે જોડાયેલી છે. તપાસમાં ખુલાસો થયો છે કે એપ્રિલ 2023 થી માર્ચ 2024 વચ્ચે આ બંને કંપનીઓએ પસંદગીના લોકોને અનેક કરોડ (3.5 કરોડથી વધુ) શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. આ શેરો માટે ચૂકવવામાં આવેલી રકમ મોટાભાગે નજીકના લોકો, ફર્મો અને ધિરાણકર્તાઓના નાના વર્તુળમાંથી આવી હતી. આ શેરો મોટાભાગે ચોક્કસ લોકોના હાથમાં જ રહ્યા અને મહિનાઓ સુધી તેના ભાવ ઉપર લઈ જવામાં આવ્યા.
 

Add Zee News as a Preferred Source

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES