રાજકોટમાં લૂંટ-હત્યા કેસના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, પોલીસે સ્વબચાવમાં ગોળી ધરબી, આરોપીને સારવાર માટે ખસેડાયો
રાજકોટના જીઆઈડીસી વિસ્તારમાં 14 ઓક્ટોબરે લૂંટ અને હત્યાના આરોપીએ પંચનામા વખતે પોલીસ પર ફાયરિંગ કર્યું છે. પોલીસે પણ સ્વબચાવમાં ગોળી મારતા આરોપીને પગમાં ઈજા થઈ છે. હાલ આરોપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
Published: Oct 16, 2026, 10:44 PM IST
| Updated: Oct 16, 2026, 11:15 PM IST
રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં તન્વી ગોલ્ડ રિફાઈનરીમાં લૂંટ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અનુરાગ સિંહ રાજપૂતને પોલીસની ટીમ ઘટનાસ્થળે પંચનામું કરવા અને પુરાવા એકત્ર કરવા લઈ ગઈ ત્યારે તેણે પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી અનુસારે સ્થળ પર છુવાયેલા અન્ય હથિયાર વડે પોલીસો પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ
રાજકોટમાં પોલીસની ટીમ પર થયેલા ફાયરિંગ બાદ ક્રામ બ્રાન્ચના પીએસઆઈ વનરાજ સિંહે સ્વબચાવમાં તાત્કાલીક ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈ દ્વારા ચલાવેલી ગોળી આરોપી અનુરાગના પગમાં વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસે તત્કાલ આરોપીને કાબૂમાં લીધો હતો. ગોળીથી લોહીલુહાણ થયેલા આરોપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
તન્વી ગોલ્ટના કર્મચારીની હત્યા
તન્વી ગોલ્ડના 53 વર્ષીય વફાદાર કર્મચારી લાલજીભાઈ સરધારા એક્ટિવા પર કરોડોના દાગીના ભરેલો થેલો લઈને નીકળ્યા હતા...પણ નવરાત્રિની આ જ રાત તેમના જીવનની આખરી રાત સાબિત થશે, તેવી કલ્પના પણ કોઈએ નહોતી કરી.
આ પણ વાંચોઃ સુરતમાં 21 વીઘા જમીન હડપવાનું હાઇપ્રોફાઇલ કૌભાંડ: નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ
દાગીનાનો થેલો લૂંટવાનો પ્રયાસ
મરૂન કલરની કારમાં આવેલા ક્રૂર લૂંટારુઓએ લાલજીભાઈ પાસેથી દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો...લાલજીભાઈએ હિંમત બતાવીને પ્રતિકાર કર્યો અને થેલો ન છોડ્યો...બસ, આ જ પ્રતિકારથી અકળાયેલા શૂટર્સે ૧-૨ નહીં પણ ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું...એક ગોળી લાલજીભાઈની છાતી વીંધી ગઈ, તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા અને લૂંટારુઓ થેલો લઈને રફુચક્કર થઈ ગયા! હોસ્પિટલમાં સારવાર દરમિયાન લાલજીભાઈનું મોત નીપજ્યું અને તહેવારના માહોલમાં પરિવારમાં માતમ છવાઈ ગયો.
રાજકોટના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઈનરીની બહાર 14 ઓક્ટોબરે બનેલી ઘટના બાદ પોલીસે આશરે 10થી 15 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે યુપીની કુખ્યાત ગેંગના 10 આરોપીઓને માત્ર 9 કલાકમાં ઝડપી લીધા હતા.
પૂર્વ કર્મચારીએ આપી હતી બાતમી
ધરપકડ બાદ જે ખુલાસો થયો તેણે સોની વેપારીઓના હોશ ઉડાવી દીધા...આ લૂંટની પાક્કી 'ટીપ' તન્વી ગોલ્ડના જ એક ગદ્દાર કર્મચારીએ આપી હતી! ઉત્તર પ્રદેશની આ પ્રોફેશનલ ગેંગે લૂંટ પહેલાં આખા વિસ્તારની રેકી કરી હતી...જોકે, ક્રાઈમ બ્રાન્ચે 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી સહિતનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.