SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પુસ્તક વાંચો અને રૂપિયા કમાઓ! રાજકોટની સ્કૂલે એવો પ્રયોગ કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો!

Rajkot News: રાજકોટમાં હવે પુસ્તકો વાંચવાના પણ મળે છે રૂપિયા! જી હા, મોબાઇલના વધતા વળગણ વચ્ચે વિદ્યાર્થીઓને પુસ્તક વાંચન તરફ વાળવા માટે રાજકોટની એક ખાનગી સ્કૂલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જેટલો સમય પુસ્તક વાંચે છે. એ પ્રમાણે તેમને પ્રોત્સાહન સ્વરૂપે રૂપિયા આપવામાં આવે છે. પુસ્તક વાંચવાની આદત કેળવાય અને વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહે, તેવા હેતુથી શરૂ કરવામાં આવેલા આ નવતર પ્રયોગને કારણે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો રસ પણ વધ્યો છે. ત્યારે શું છે આ અનોખી પહેલ અને કેવી રીતે વિદ્યાર્થીઓને મળી રહ્યું છે પુસ્તક વાંચવાનું ઇનામ?

Written By Kinjal Patel
Published: Oct 15, 2026, 01:14 PM IST | Updated: Oct 15, 2026, 01:34 PM IST
Join

સાહિલ સપ્પા/રાજકોટ: રાજકોટની એક ખાનગી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ વિકસે તે માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ એક કલાક પુસ્તક વાંચે તો તેમને પ્રોત્સાહન સ્વરૂપે પાંચ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે, વિદ્યાર્થી જેટલા કલાક પુસ્તક વાંચે, તે પ્રમાણે તેને પાંચ-પાંચ રૂપિયા મળે છે.સ્કૂલની આ પહેલના કારણે વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચન પ્રત્યે રસ વધ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પહેલાં તેમને ખ્યાલ નહોતો કે પુસ્તક વાંચવામાં આટલી મજા આવતી હશે, પરંતુ સ્કૂલ દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે તેમણે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. હવે તેમને સમજાઈ રહ્યું છે કે મોબાઇલમાં સમય પસાર કરવા કરતાં પુસ્તકો વાંચવાથી નવું શીખવા અને જ્ઞાન મેળવવાની વધુ તક મળે છે.

'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના

વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા માટે કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી
સૌથી ખાસ વાત એ છે કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા માટે કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી. ન તો વાંચન માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કે ન તો કોઈ ચોક્કસ પુસ્તક વાંચવાની ફરજ પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબનું પુસ્તક પસંદ કરી શકે છે અને પોતાની અનુકૂળતાએ વાંચી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે સ્કૂલ દ્વારા ચાર્ટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીએ વાંચેલા પુસ્તકનું નામ, વાંચવામાં વિતાવેલા કલાકો અને વાંચેલાં પેજની સંખ્યા નોંધવામાં આવે છે. આ સાથે વાલી અને વર્ગશિક્ષકની સહી પણ લેવામાં આવે છે.

વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહીને વાંચન તરફ વળી રહ્યા છે
જોકે, શિક્ષકની સહી મેળવવી એટલી સરળ નથી. વિદ્યાર્થીએ જે પુસ્તક વાંચ્યું હોય તે પુસ્તક સાથે રાખવાનું હોય છે અને વર્ગશિક્ષક તેના આધારે પુસ્તકના વિષયને લગતા સવાલો પૂછે છે. વિદ્યાર્થી યોગ્ય જવાબ આપે ત્યાર બાદ જ શિક્ષક સહી કરે છે. આ રીતે દર મહિને વિદ્યાર્થીઓને તેમના વાંચનના કલાકો પ્રમાણે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે.સ્કૂલ સંચાલકોનું માનવું છે કે આ પહેલના કારણે વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહીને વાંચન તરફ વળી રહ્યા છે. વાંચનની આદતથી તેમની સમજશક્તિ, જ્ઞાન અને અભ્યાસમાં પણ સુધારો થઈ શકે છે. પરિણામે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનની સાથે સ્કૂલની પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે.

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

શાળાના સંચાલક વિનય લોખીલએ Zee 24 Kalak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિંગાપોરમાં વાંચન માટે લોકોને પ્રોત્સાહનરૂપે ઇનામ આપવામાં આવતું હોવાના સમાચાર જોઈને મને પણ ભારતમાં આવો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. હાલ અમારી શાળામાં એક મહિના માટે આ પહેલ શરૂ કરી છે. જેને વાલીઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, દરરોજ બે કલાક વાંચન કરવા બદલ અમને 10 રૂપિયાનું ઇનામ મળે છે. આ પહેલથી અમે મોબાઇલ અને ટીવીથી દૂર રહીને વાંચન તરફ વળ્યા છીએ. અમારામાં આવેલા આ બદલાવથી માતા-પિતા પણ ખુશ છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES