ગોંડલમાં રક્તરંજિત રાત: ચુનારા શેરીમાં તેલના વેપારીની દુકાનમાં જ ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ
Rajkot News: 'હાદસાઓ કા શહેર' ગણાતા ગોંડલમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં 61 વર્ષીય વૃદ્ધ વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી છે. ઘટના બાદ મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરની ચુનારા શેરીમાં આવેલી 'મહાવીર ટ્રેડર્સ' નામની દુકાનમાં 61 વર્ષીય તેલના વેપારી ભરતસિંહ નાનભા ડાભીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી છે. રોજ રાત્રે 10 વાગ્યે બંધ થતી દુકાન 11.30 વાગ્યા સુધી ખુલ્લી રહેતા શંકા જતાં પડોશીઓએ તપાસ કરી હતી, જેમાં દુકાનમાંથી તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા છે.
Gujarat News Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાની મુલાકાતે, ગુજરાતની 2027ની મતદાર યાદી પ્રસિદ્ધ, આતંકી શેહરૂલ ઈસ્લામ 14 દિવસના રિમાન્ડ પર ધકેલાયો
આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
આ ઘટનાની જાણ થતાં જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી સમગ્ર પંથક અને વેપારી આલમમાં ભય તથા રોષની લાગણી વ્યાપી ગઈ છે.
પાડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા ભરતભાઈ નાનભા ડાભી (ઉં.વ. 61) ચુનારા શેરીમાં 'મહાવીર ટ્રેડર્સ' નામે તેલનો વેપાર કરતા હતા. ભરતભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે 10 વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે 11:30 વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. પડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા.
સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીરો સામે આવી, એરપોર્ટ જેવો ભવ્ય લુક; મે 2027થી શરૂ થશે ટ્રાયલ
બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા
હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ છે. દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી
બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની દુકાનની અંદર સીસીટીવી કેમેરા નથી, પરંતુ બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.
1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો થવાની શક્યતા