SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દ્વારકા ફરવા જવાના હોય તો જાણી લેજો, આ 21 જગ્યા પર લોકોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ

Dwarka Islands: દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાની સરહદી અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી દરિયાઈ સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર સામાન્ય લોકો અને પ્રવાસીઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અટકે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

Written By Kinjal Patel
Published: Sep 24, 2026, 01:36 PM IST | Updated: Sep 24, 2026, 01:43 PM IST
Join

Dwarka Islands: દ્વારકાના કેટલાક નિર્જન ટાપુઓ દેશની સુરક્ષા અને દરિયાઈ સીમાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 20 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત પરવાનગી વિના કોઈ વ્યક્તિ આ ટાપુઓ પર જઈ શકશે નહીં.

'નરારા ટાપુ'ને પરવાનગીમાંથી ખાસ મુક્તિ
આ જાહેરનામામાંથી 'નરારા ટાપુ' ને નિયમો અનુસાર લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ અને સંશોધકો માટે જાણીતા આ ટાપુ પર ચોક્કસ નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી છે, જેથી જરૂરી પ્રવૃત્તિઓ પર માધ્યમસરનું નિયંત્રણ જળવાઈ રહે.

20 નવેમ્બર સુધી અમલમાં રહેશે પ્રતિબંધ 
જાહેરનામા અનુસાર, નિર્જન ટાપુઓ પરનો આ પ્રતિબંધ આગામી 20 નવેમ્બર સુધી અમલમાં રહેશે. દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે. માનવ વસાહત વગરના 21 ટાપુઓનો ઉપયોગ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે ન થાય તે માટે આ સમયગાળા દરમિયાન ત્યાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

જાહેરનામાના ભંગ બદલ થશે કાયદેસર કાર્યવાહી
દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ કરવામાં આવેલા આ જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનો અનાદર કરીને પ્રતિબંધિત નિર્જન ટાપુઓ પર જવાનો પ્રયાસ કરશે કે નિયમોનો ભંગ કરશે, તો તેની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES