SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસના તાર લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યા, મુંબઈ પોલીસ આવશે સાબરમતી જેલ

Lawrence Bishnoi News: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના તાર અમદાવાદની સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યા છે. આ મામલે હવે મુંબઈ પોલીસ પૂછપરછ કરવા માટે સાબરમતી જેલ આવવાની છે.

Written By Viral Raval
Published: Oct 20, 2026, 10:54 AM IST | Updated: Oct 20, 2026, 10:58 AM IST
Join

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે જૂહુ ખાતે તે કારમાં સવાર હતો ત્યારે  તાબડતોડ ફાયરિંગ થયું. જેમાં અભિનેતાનો આબાદ બચાવ થયો. જો કે હાથ પર દાઝ્યાા નિશાન જોવા મળ્યા. હુમલાખોરોએ ટાઈગરની બીએમડબલ્યુ કારને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યું હતું. આ મામલે 3 આરોપીઓ પકડાયા છે. જો કે સમગ્ર ઘટના પાછળ ભેજું લોરેન્સ બિશ્નોઈનું સામે આવી રહ્યું છે. હવે આ મામલે મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે અમદાવાદની સાબરમતી જેલ આવવાની છે. જાણો વિગતો.

મુંબઈ પોલીસ આવશે સાબરમતી જેલ

ટાઇગર શ્રોફ પર થયેલા ફાઇરિંગ મામલે મુંબઈ પોલીસ લોરેન્સની પૂછપરછ માટે સાબરમતી જેલ આવશે (બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની ગાડી પર થયેલા ગોળીબારના તાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાતા મુંબઈ પોલીસ પૂછપરછ કરશે. અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસે ફાયરિંગ કરનારા ૩ શાર્પશૂટરોની ધરપકડ કરી છે, જેમણે લોરેન્સ ગેંગના કહેવાથી માત્ર ડરાવવા માટે ગોળીબાર કર્યાનું કબૂલ્યું છે. 2023થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઇ સિક્યોરિટી ઝોનમાં બંધ લોરેન્સની પૂછપરછ કરવા મુંબઈ પોલીસની વિશેષ ટીમ અમદાવાદ આવશે.

TMC છોડતા જ પલટાઈ ગઈ બાજી: જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો, 500 ચોરસ મીટર મળશે ‘ગિફ્ટ’

2023થી સાબરમતી જેલમાં છે

લોરેન્સ બિશ્નોઈ 2023થી અમદાવાદની સાબરમતી જેલમાં છે. તે પણ હાઈ સિક્યુરિટી ઝોનમાં તેને રાખવામાં આવ્યો છે. તેને મળવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. જો કે કાનૂની મદદ માટે વકીલોને મળવા પર મંજૂરી છે. આ ઉપરાંત તેને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવે છે. ગૃહ મંત્રાલયે લોરેન્સ બિશ્નોઈ પર ક્રિમીનલ પ્રોસિજર કોડ હેઠળ સાબરમતી જેલની બહાર કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે.

જેલમાંથી નેટવર્ક ઓપરેટ કરે છે?

અત્રે જણાવવાનું કે આ ઘટના બાદ ફરીએકવાર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કને લઈને સવાલો થઈ રહ્યા છે. આખરે જેલમાં રહીને તે કઈ રીતે ગેંગ ઓપરેટ કરી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ઘણા સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં છે. જેલમાં બેઠો બેઠો તે ધમકીઓ અને ખંડણીઓનું કામ કઈ રીતે કરી રહ્યો છે? એકબાજુ તેને મળવા પર મનાઈ છે અને જેલમાંથી બહાર પણ તેને લઈ જવાતો નથી. સિદ્ધુ મૂસેવાલા, બાબા સિદ્દીકી, સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અને 195 કરોડના ડ્રગ્સ સ્મગલિંગ સહિતના 7 મુખ્ય ગુનાઓમાં લોરેન્સ સંડોવાયેલો છે.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ

આજકાલ લોરેન્સ બિશ્નોઈનું નામ ખુબ ચગ્યું છે.  કોલેજના રાજકારણથી ગુનાની દુનિયામાં ડગ માંડનારો આ વ્યક્તિ આજે દેશની સૌથી ખતરનાક સિંડીકેટનો મુખિયા બની બેઠો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ ઈન્ટરનેટ કોલિંગ, સુરક્ષિત મેસેજિંગ એપ્સ અને પોતાના ખાસ સાથીઓના દમ પર તે આખુ નેટવર્ક ઓપરેટ કરે છે જે સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બન્યો છે. તેના જીવનમાં તેણે એક સાધારણ વિદ્યાર્થી તરીકે શરૂઆત કરી હતી અને પછી અંધારી આલમમાં કુખ્યાત બનતો ગયો.

રૂપાલની પલ્લી: પાંડવકાળ સાથે જોડાયેલી પરંપરા! ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

પંજાબ પોલીસના સિપાઈનો છોકરો કઈ રીતે બન્યો ડોન

લોરેન્સ બિશ્નોનો જન્મ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં 12 ફેબ્રુઆરી 1990ના રોજ થયો હતો. અસલ નામ તો બાલકરન બરાર ઉર્ફે બલ્લુ છે. પિતા પંજાબ પોલીસમાં એક સિપાઈ હતા. જેના કારણે આર્થિક સ્થિતિ તંગ રહેતી હતી. ઉચ્ચ શિક્ષણ માટે ચંડીગઢની પ્રતિષ્ઠિત ડીએવી કોલેજમાં ગયો. ધીરે ધીરે વિદ્યાર્થી રાજકારણમાં પગ પેસારો કર્યો.  2009થી 2011 વચ્ચે સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (SOPU) નામના વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરી. 2007થી હત્યાના પ્રયાસ, લૂંટ, આગચંપી વગેરે મામલા તેની સામે નોંધાવવા માંડ્યા હતા. 2014થી લોરેન્સ બિશ્નોઈ અલગ  અલગ જેલોમાં બંધ છે. હાલ ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES