SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજમાં નશાનો વેપાર કરતા તત્વો સામે એક્શન. સુનિતા અને દીપક રાઠોડના મકાનને જમીનદોસ્ત કરાયું. બંને આરોપી દંપતિના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. કૈલાશ તળાવની સરકારી જમીન પર બનાવ્યું હતું મકાન. અન્ય એક આરોપી બાબુ છારા સામે પણ કાર્યવાહી થઈ. બાબુ છારા અને શાંતા છારાના ઘરને ધ્વસ્ત કરાયું. વર્ષ 2025માં પણ અહીં ગેરકાયદેસર બાંધકામ તોડાયા હતા.

Written By Viral Raval
Published: Nov 23, 2026, 12:28 IST | Updated: Nov 23, 2026, 12:43 IST
Image Credit: AI Generated Image with video grabs
Join

નશાના સોદાગરો સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરી રહી છે. Z ન્યૂઝે શરૂ કરેલા નશામુક્ત અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સરખેજમાં દાખલ થયેલા ગુનામાં આરોપી દંપત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે હેઠળ સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડનું મકાન ડિમોલીશ કરાયું છે. અત્રે જણાવવાનું કે આરોપી દંપત્તિએ સરખેજમાં કૈલાશ તળાવની સરકારી જમીન પર મકાન બાંધ્યું હતું.

NDPSના આરોપી બાબુ છારાનું પણ તોડ્યું ઘર

આ ઉપરાંત NDPSના આરોપી બાબુ છારા અને તેની પત્ની શાંતા છારાનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું. અગાઉ આજ જગ્યા પર 2025માં TP 90 પર ડીમોલેશન કરી 6 મકાન અને 9 કોમર્શિયલ બાંધકામ AMCએ દૂર કર્યા હતાં, જ્યાં ફરી બાંધકામ કરી નાખવામાં આવતા અને નશાની પ્રવૃત્તિ શરૂ કરાતા પોલીસે દાખલો બેસાડવા ગેરકાયદે મકાન તોડ્યા.

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

2 કિલો ગાંજો અને 53 લાખ રોકડા મળ્યા હતા

અત્રે નોંધનીય છે કે આરોપી સુનિતા રાઠોડના કેસમાં 2 કિલોથી વધુ ગાંજો અને 53 લાખ રોકડ મળી આવ્યા હતા. હવે જ્યારે મકાન આરોપીના મકાન તોડાયા તે બાદ અન્ય ગેરકાયદે મકાન તોડવા એએમસીએ સર્વે કરી કામગીરી કરવા ખાતરી આપી. આ સાથે જ ડીસીપીએ ઝી ન્યૂઝના નશામુક્ત અભિયાનમાં લોકોને જોડાવવા અને નશાથી દૂર રહેવા ખાસ અપીલ પણ કરી.

અમદાવાદના દાણીલીમડામાં મહિલા ડ્રગ્સ સાથે પકડાઈ

આ ઉપરાંત અમદાવાદના દાણીલીમડામાં ડ્રગ્સ સામે કાર્યવાહી જોવા મળી છે. સંતોષનગર ચાર માળિયામાં ક્રાઈમ બ્રાંચે રેડ પાડી. હમીદાબાનુ શેખ નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ. 45.890 ગ્રામ MD ડ્રગ્સ કબજે જેની કિંમત રૂ.1.37 લાખ હોવાનું કહેવાય છે તે કબજે કરાયું. 581 ગ્રામ મિક્સર પદાર્થ સહિત કુલ રૂ.1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઘરેથી જ MD ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની મહિલાએ કબૂલાત કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવતી હતી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

રાજકોટમાં MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો, આરોપી પાસેથી 10.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું

બીજી બાજુ રાજકોટમાં MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો. SOGએ વિવેક ઉર્ફે બારોટ દિનેશ સોનરાતને ઝડપી પાડ્યો. સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા ઝડપાયો. આરોપી પાસેથી 10.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. ડ્રગ્સ સાથે મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે કુલ 65 હજાર 810નો મુદ્દામાલ કબજે કર્યો. MD ડ્રગ્સ ક્યાંથી આવ્યું એ અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ  છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો. SOGની કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કમાં ફફડાટ પેસ્યો છે. રાજકોટમાં ડ્રગ્સના કારોબાર સામે SOGનું ઓપરેશન. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES