કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ: 'કાફિર' અને 'બ્રાહ્મણ' શબ્દથી રાજનીતિમાં ઉકળતો ચરું!
Ghiyasuddin Shaikh Audio viral: અમદાવાદ કોંગ્રેસના પૂર્વ વિધાયક ગ્યાસુદ્દીન શેખ અને એક સ્થાનિક નેતા વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ. ઓડિયોમાં બ્રાહ્મણ સમાજની વ્યક્તિને અપશબ્દો કહ્યાનો ઉલ્લેખ, સ્થાનિક કાર્યકર્તાને ભાજપનો દલાલ ગણાવ્યો. કાફિર શબ્દનો પણ ઓડિયોમાં ઉલ્લેખ. કોંગ્રેસ કોર્પોરેટર ઇલિયાસ ખાનના બજેટને લઇને વિવાદ હતો. વાયરલ ઓડિયોમાં બ્રાહ્મણ અને કાફિર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.
Ghiyasuddin Shaikh Audio viral: અમદાવાદ કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ થતાં રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ગ્યાસુદ્દીન શેખ અને એક સ્થાનિક નેતા વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીતનો ઓડિયો થયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં ગુજરાત સ્થાનિક મુદ્દાઓ, પાર્ટીના આંતરિક મતભેદો અને ભાષાપ્રયોગને લઈને વિવાદ ઉભો થયો છે.
બ્રાહ્મણ સમાજ અને ‘કાફિર’ શબ્દના ઉપયોગથી વિવાદ
કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખની કથિત ઓડિયો ક્લિપમાં બ્રાહ્મણ સમાજની વ્યક્તિ માટે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ છે. વાતચીત દરમિયાન 'બ્રાહ્મણ' અને 'કાફિર' જેવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
ગ્યાસુદ્દીન શેખ અને સ્થાનિક કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થઈ
વાયરલ ઓડિયોમાં કોંગ્રેસ પક્ષના અંદરોઅંદરના મતભેદો અને વિરોધી જૂથો અંગે પણ ખુલ્લેઆમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયોમાં કોંગ્રેસ કોર્પોરેટર ઈલિયાસ ખાનના બજેટને લઈને વિવાદની વાતો સાંભળવા મળે છે.
આ ઉપરાંત, સોદાગરની પોળ અને વિસ્તારના અન્ય સ્થાનિક મુદ્દાઓ અંગે ગ્યાસુદ્દીન શેખ અને સ્થાનિક કાર્યકર્તા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. વાતચીત દરમિયાન પૂર્વ ધારાસભ્યે પોતાની અને પોતાના કાર્યકરોની મહેનત તેમજ પાર્ટી પ્રત્યેની વફાદારીનો દાવો કર્યો હતો. તેની સાથે જ તેમણે સામે પક્ષે રહેલા સ્થાનિક કાર્યકર્તા પર આકરા પ્રહારો કરતા તેને 'ભાજપનો દલાલ' ગણાવ્યો હતો.
ઓડિયો ક્લિપની સત્યતાને Z 24 કલાક પુષ્ટિ કરતું નથી
વાયરલ ઓડિયોના અંતિમ ભાગમાં બંને નેતાઓ વચ્ચે રૂબરૂ મળીને બેસીને આ સમગ્ર મામલો ઉકેલવા અંગે પણ ચર્ચા થતી સાંભળવા મળે છે. આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાને Z 24 કલાક પુષ્ટિ કરતું નથી.