SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ: સમગ્ર દેશમાં અમદાવાદનો દબદબો, બન્યું નંબર 1 મેન્ટર સિટી, સાણંદે પણ મેળવી વિશિષ્ટ ઉપલબ્ધિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉત્કૃષ્ટ સફાઈ અને સ્વચ્છતા કામગીરી બદલ 10માં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરો દબદબો જાળવી રાખીને દેશભરમાં મેન્ટર સિટી તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે. સાણંદની પણ વિશિષ્ટ પસંદગી કરવામાં આવી છે. વિગતો ખાસ જાણો.

Written By Viral Raval
Published: Nov 11, 2026, 05:06 PM IST | Updated: Nov 11, 2026, 05:18 PM IST
Join

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 10માં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ્સની ભવ્ય જાહેરાત કરવામાં આવી. જેમાં અમદાવાદ અને સાણંદની સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ પસંદગી થઈ. અમદાવાદે સમગ્ર દેશમાં પોતાનો દબદબો જાળવી રાખીને મેન્ટર સિટી તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

સ્વચ્છ શહેર જોડી

જ્યારે સાણંદ શહેરની સ્વચ્છ શહેર પસંદગી પહેલા હેઠળ અમદાવાદના સહયોગી અને માર્ગદર્શન હેઠળના મેન્ટ સિટી (MEntee City) તરીકે પસંદગી  થવા પામી છે જે ગૌરવની વાત છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા અત્યંત ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે ઉત્કૃષ્ટ સાઈ કામગીરી કરનારા શહેરોને સન્માનિત કરાયા.

 ગુજરાતનો વાગ્યો ડંકો

દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ બાજી મારીને સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે.'સ્વચ્છ શહેર જોડી' યોજના હેઠળ હવે અમદાવાદ મોડેલ ટાઉન પ્રોજેક્ટ આધારિત સાણંદમાં પણ આધુનિક વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી ઝડપી બનશે. સહિયારા પ્રયાસોનું આ પરિણામ મળ્યું છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, વહીવટી તંત્ર અને નાગરિકોના જાગરૂક સહયોગના કારણે અમદાવાદે આ સિદ્ધિ મેળવી છે.

સમાચાર ટૂંકમાં....

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES