PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, બનાસકાંઠાથી લઈને કેવડિયા સુધી વિકાસકાર્યોની ભેટ, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ?
PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર કાલથી (30 ઓક્ટોમ્બર) બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા અને એકતા નગર ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, એટલું જ નહીં, કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં લોકભવનમાં ૩ કલાકનું રોકાણ કરશે. 30 ઓક્ટોબરે સવારે 7.15 મિનિટે દિલ્હીથી વિમાન મારફતે ગુજરાત આવવા રવાના થશે.
Gujarat News Live: PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર, આગામી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી
આગામી 30 અને 31 ઓક્ટોબરે યોજાનાર પ્રધાનમંત્રીના પ્રવાસનું શું છે સંપૂર્ણ શિડ્યુલ
૩૦ ઓક્ટોબરે બનાસકાંઠામાં પીએમ મોદીનું આગમન થશે અને ત્યાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 7:15 કલાકે દિલ્હીથી વિમાન દ્વારા ગુજરાત જવા રવાના થશે. સવારે 8:45 કલાકે બનાસકાંઠાના ડીસા એરપોર્ટ પર આગમન. સવારે 8:50 કલાકે હેલિકોપ્ટર દ્વારા ભીલડી હેલિપેડ ખાતે આગમન અને ત્યાંથી રોડ માર્ગે બનાસકાંઠાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી. આ દરમિયાન તેઓ ET IVF લેબ અને BBRC કેટલ ફાર્મની મુલાકાત લેશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં જનપયોગી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગાંધીનગરના લોક ભવન ખાતે પીએમ મોદી કરશે રોકાણ
બનાસકાંઠાના કાર્યક્રમો પૂરા કર્યા બાદ પ્રધાનમંત્રી ગાંધીનગર તરફ પ્રયાણ કરશે. બપોરે 11:40 કલાકે ભીલડી હેલિપેડથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 12:35 કલાકે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ પર આગમન થશે. બપોરે 12:45 થી બપોરે 3:00 કલાકે લોક ભવન ખાતે આગમન અને આશરે ૩ કલાકનું વિશેષ રોકાણ કરશે. બપોરે 3:00 કલાકે લોક ભવનથી સચિવાલય હેલિપેડ જવા રવાના અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા એકતા નગર પહોંચશે.
અર્નબ વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
પીએમ મોદીનો 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે શું છે કાર્યક્રમ
પ્રવાસના બીજા દિવસે (31 ઓક્ટોબરે) લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવશે. એકતા નગરમાં જનહિતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દેશભરમાં ઉત્સાહભેર ઉજવાતા 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) ના મુખ્ય સમારોહમાં સક્રિય ભાગ લેશે.
નોંધનીય છે કે, બે દિવસીય પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે રાત્રે 9:10 કલાકે વડોદરા એરપોર્ટથી ખાસ વિમાન દ્વારા દિલ્હી પરત જવા રવાના થશે.
વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી હાહાકાર, માતા, પુત્ર-પુત્રીએ જીવન ટૂંકાવ્યું
પીએમ મોદીના ગુજરાતના પ્રવાસની રૂપરેખા:-
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ
- પ્રધાનમંત્રી ગાંધીનગરમાં લોકભવનમા ૩ કલાકનું રોકાણ કરશે
- 30 ઓક્ટોબરે સવારે 7 વાગીને 15 મિનિટે દિલ્હીથી વિમાન મારફતે ગુજરાત આવવા રવાના થશે
- સવારે 8 વાગીને 45 મિનિટે બનાસકાંઠાના ડીસા એરપોર્ટ પર આગમન
- સવારે 8 વાગીને 50 મિનિટે હેલિકોપ્ટર મારફતે ભીલડી હેલિપેડ પહોંચશે
- ભીલડીથી રોડ માર્ગે બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
- ET IVF લેબ અને બીબીઆરસી કેટલ ફાર્મની મુલાકાત લેશે
- બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- બપોરે 11 વાગીને 40 મિનિટે ભીલડી હેલિપેડથી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે
- બપોરે 12 વાગીને 35 મિનિટે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ પર આગમન
- બપોરે 12 વાગીને 45 મિનિટે લોક ભવન( રાજભવન ) પહોંચશે
- બપોરે 12 વાગીને 45 મિનિટથી 3 વાગ્યા સુધી લોક ભવનમાં રોકાણનો કાર્યક્રમ
- બપોરે 3 વાગ્યે લોક ભવનથી સચિવાલય હેલિપેડ જવા રવાના થશે
- ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે એકતા નગર પહોંચશે
- 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે
- એકતા નગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
- 31 ઓક્ટોબરે રાત્રે 9 વાગીને 10 મિનિટે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે