અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી: ઇયરબડ્સના બોક્સમાં MD ડ્રગ્સ મોકલી રેકેટ ચલાવનારનો પર્દાફાશ
Ahmedabad News: પોલીસથી બચવા માટે ડ્રગ્સ માફિયાઓ રોજ નવા-નવા પેંતરા અજમાવતા હોય છે, પરંતુ અમદાવાદમાં ડ્રગ્સ ડિલિવરીની જે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે. હવે ડ્રગ્સ પેડલરો પોલીસની નજરથી બચવા માટે પોર્ટર જેવા ડિલિવરી એપ્લિકેશનનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ MD ડ્રગ્સ પહોંચાડી રહ્યા હતા. નરોડા પોલીસે સતર્ક નાગરિકોની મદદથી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ડ્રગ્સ નું પાર્સલ લેનાર એક શખ્સ ની ધરપકડ પણ કરી ને ડ્રગ્સ મોકલનાર ની શોધખોળ શરૂ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના સોદાગરો હવે કુરિયર અને ઓનલાઈન ડિલિવરી એપનો સહારો લઈને ગુનાખોરીના નવા રસ્તા શોધી રહ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ડ્રગ્સ ડીલરોએ પાર્સલ મોકલવા માટે પોર્ટર એપનો ઉપયોગ કર્યો અને ઇયરબડ્સના નાના બોક્સમાં MD ડ્રગ્સ છુપાવીને મોકલી રહ્યા હતા. પરંતુ બે સતર્ક યુવકોની સમજદારીના કારણે આ મોટું રેકેટ પકડાઈ ગયું છે...
"જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો
આ ડ્રગ્સનું પાર્સલ સાબરમતીના રહેવાસી પ્રિયાંક સંઘવીને ગોતા ખાતે મોકલવાનું હતું...
નરોડા પોલીસ ના ચોપડે નોંધાયેલ સમગ્ર ઘટનાની વિગતો વાર વાત કરી એ તો નરોડા પોલીસે અને બે યુવાનો ની સતર્કતાના આધારે ડ્રગ્સની હેરાફેરીનું એક નવું નેટવર્ક ઝડપી પાડ્યું છે. નરોડા પોલીસ ની તપાસમાં ખૂલાસો થયો છે કે સરદારનગરના અમિત સિંધી નામના શખ્સે પોર્ટર એપ દ્વારા એક પાર્સલ બુક કરાવ્યું હતું. આ પાર્સલની અંદર ઇયરબડ્સનું બોક્સ રાખવામાં આવ્યું હતું અને તેની અંદર MD ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. આ ડ્રગ્સનું પાર્સલ સાબરમતીના રહેવાસી પ્રિયાંક સંઘવીને ગોતા ખાતે મોકલવાનું હતું અને ભાટથી લઈને ગોતા સુધી આ ડિલિવરી થવાની હતી. પરંતુ તે પહેલા જ આખું કૌભાંડ બહાર આવી ગયું છે...
ચિલોડા ખાતે બંને ભેગા થઈ ને પાર્સલ ખોલીને તપાસ કરી
આ મામલામાં સૌથી મોટું યોગદાન બે સતર્ક નાગરિકોનું રહ્યું છે. ડ્રગ્સ ડીલરોએ પોલીસથી બચવા માટે રેન્ડમલી સતીશ ચરણ નામના વ્યક્તિનો મોબાઈલ નંબર પોર્ટર પાર્સલ બુક કરતી વખતે નાખી દીધો હતો. અચાનક સતીશ ચરણના મોબાઈલ પર ઓટીપી આવતા તેને શંકા ગઈ કે તેણે તો કોઈ પાર્સલ બુક જ નથી કરાવ્યું! તો ઓટીપી કેમ આવ્યો સતીશ ચરણે તાત્કાલિક પોર્ટરના ડિલિવરી બોય વસંત સોલંકીનો સંપર્ક કર્યો અને ચિલોડા ખાતે બંને ભેગા થઈ ને પાર્સલ ખોલીને તપાસ કરી.
Gujarat News Live: ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા થયો લીક, બોલીવુડના 4 દિગ્ગજો 'ટાર્ગેટ' પર...!!
ઇયરબડ્સના બહાને MD ડ્રગ્સ 0.77 ગ્રામ નીકળ્યું
બંને એ સ્થળ પર જ્યારે પાર્સલ તપાસવામાં આવ્યું ત્યારે અંદરથી ઇયરબડ્સના બહાને MD ડ્રગ્સ 0.77 ગ્રામ નીકળ્યું. પોર્ટર બુક કરનાર અમિત સિંધીએ ડિલિવરી બોય વસંત સોલંકીને એક અલગ જ નંબર આપીને પાર્સલ આપવા નું કહ્યું હતું. જે સાબરમતીના પ્રિયાંક સંઘવીનો હતો. પરંતુ પોર્ટરમેન વસંત સોલંકી અને સતીશ ચરણે અદભુત સૂઝબૂઝ દાખવીને તુરંત જ નરોડા પોલીસને આ અંગેની જાણ કરી દીધી હતી. આ બંનેની સતર્કતાના કારણે જ MD ડ્રગ્સની હેરાફેરીનો આ પર્દાફાશ શક્ય બન્યો છે.
આ નેટવર્ક સાથે બીજા કોણ-કોણ સંકળાયેલા છે?
નરોડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પોર્ટર મારફતે પાર્સલ રિસીવ કરવા આવેલા પ્રિયાંક સંઘવીની ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સનું પાર્સલ ભાટથી લઈ જઈને ગોતા આપવાનું હતું. હાલ નરોડા પોલીસે આ પાર્સલ મોકલનાર મુખ્ય સૂત્રધાર અમિત સિંધીની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ અગાઉ પોર્ટર કે અન્ય ડિલિવરી એપ્સનો ઉપયોગ કરીને આવા કેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે અને આ નેટવર્ક સાથે બીજા કોણ-કોણ સંકળાયેલા છે. પોર્ટરમેન વસંત સોલંકી અને સતીશ ચરણની સતર્કતાના કારણે એક મોટું ડ્રગ્સનું રેકેટ પકડાઈ ગયું છે. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ ચલાવી રહી છે.