તહેવારોની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદથી મધુબની માટે ખાસ ટ્રેનની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
Ahmedabad to Madhubani Special Train: છઠ્ઠ પુજાને લઈને બિહાર જવા માંગતા ગુજરાતના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ એક મોટી રાહત આપી છે. નિયમિત ટ્રેનોમાં થતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અમદાવાદ અને મધુબની વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
Ahmedabad to Madhubani Special Train: પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની સીઝન દરમિયાન યાત્રીઓની વધારાની ભીડને જોતાં તેમની સુવિધા માટે અમદાવાદ અને મધુબની વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
Gujarat News Live: ગાંધીનગરમાં માનવતાને શરમાવતી ઘટના! CM ભૂપેન્દ્ર પટેલ આજે છોટાઉદેપુરની મુલાકાતે, આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ
આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેન 15 નવેમ્બર 2026 (રવિવાર) ના રોજ અમદાવાદથી સવારે 10:10 કલાકે પ્રસ્થાન કરશે તથા મંગળવારના રોજ રાત્રે 01:40 કલાકે મધુબની પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર રોકાશે.
નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશીનો મોહાલ; કુદરતના પ્રકોપ વચ્ચે સારા ભાવ મળતા રાહત, જાણો શું છે સિઝનની સ્થિતિ
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેક્ન્ડ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09431 ની ટિકિટોનું બુકિંગ 14 નવેમ્બર 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચોની સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.